પત્ની અને તેના પ્રેમીના ત્રાસથી કંટાળી પતિએ આપઘાત કર્યો
અમદાવાદ, શહેરના જૂના વાડજમાં રહેતા ૪૨ વર્ષીય પરિણીત યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાે હતો. આ બાબતે વાડજ પોલીસે તપાસ કરતા મૃતક પાસેથી સ્યૂસાઇડ નોટ મળી આવી હતી. જેમાં તેણે તેની પત્ની અને પત્નીના પ્રેમી સામે આક્ષેપ કર્યા હતા.
મૃતકની પત્ની પ્રેમી સાથે ભાગી ગયા બાદ છૂટાછેડા અને પૈસાની માગણી કરીને દબાણ કરતી હતી અને બંને માનસિક ત્રાસ આપતા હતા. જેથી પોલીસે બંને લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જૂના વાડજમાં ૪૨ વર્ષીય ભરતભાઇ બારોટ રહેતા હતા.
ભરતભાઇએ વર્ષ ૨૦૧૭માં ડિમ્પલ વાઘેલા સાથે લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા ડિમ્પલ છૂટાછેડા લીધા વગર તેના પ્રેમી અરવિંદ વણકર સાથે ભાગી ગઇ હતી. બાદમાં તે ભરતભાઇને ફોન કરીને બાળકો આપી દેવા બાબતે માનસિક ત્રાસ આપતી હતી.
સાથે જ છૂટાછેડા આપ નહિ તો રૂપિયા આપ કહીને દબાણ કરતી હતી. તેવામાં ગત તા.૨૫ નવેમ્બરના રોજ ડિમ્પલ ભરતભાઈના ઘરે આવીને પુત્રીને લઇને ગાંધીધામ જતી રહી હતી. જે બાબતે ભરતભાઇને મનમાં લાગી આવતા ગત તા.૨૬મી નવેમ્બરના રોજ પંખે ચાદર વડે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાે હતો. આ મામલે વાડજ પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ કરતા સ્યૂસાઇડ નોટ મળી આવી હતી.
જેમાં ભરતભાઇએ પત્ની પર વિશ્વાસ રાખ્યો અને કાયમ દગો આપ્યો હોવાથી ડિમ્પલ અને અરવિંદના ત્રાસથી આપઘાત કરું છું તેવું લખાણ લખ્યું હતું. જેથી વાડજ પોલીસે ડિમ્પલ અને અરવિંદ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.SS1MS