કન્નડ ટીવી એક્ટ્રેસ શોભિતા શિવન્નાએ કરી આત્મહત્યા
મુંબઈ, કન્નડ ટીવી એક્ટ્રેસ શોભિતા શિવન્ના વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. આ એક્ટ્રેસે ખૂબ જ નાની ઉંમરમાં આત્મહત્યા કરીને દુનિયાને અલવિદા કહી દીધું છે. ૩૦ વર્ષીય એક્ટ્રેસ તેના હૈદરાબાદના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. આવી સ્થિતિમાં, આ સમાચાર તેના પરિવાર, મિત્રો અને ફેન્સ માટે મોટા આઘાત સમાન છે. આ સમાચારથી મનોરંજન જગતમાં શોકનું વાતાવરણ સર્જાયું છે.
દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે એક્ટ્રેસે આટલું મોટું પગલું કેમ ભર્યું. ૧ ડિસેમ્બર એટલે કે ગઈ કાલે જાણીતી કન્નડ ટીવી એક્ટ્રેસે શોભિતા શિવન્નાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. શોભિતાનો મૃતદેહ હૈદરાબાદના શ્રીરામ નગર કોલોનીમાંથી મળ્યો હતો.
પડોશીઓને આ ઘટનાની જાણ થતાં જ તેમણે પુલિતને જાણ કરી હતી. જોકે આત્મહત્યાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. શોભિતા શિવન્નાના ફેન્સ ભારે આઘાતમાં છે. અભિનેત્રીના એક્ટ્રેસને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. પોલીસે મામલો નોંધી તપાસ પણ શરૂ કરી છે.
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો એક્ટ્રેસના અંતિમ સંસ્કાર બેંગલુરુમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસે ‘મંગળા ગૌરી’ અને ‘કૃષ્ણા રુકમણી’ જેવી ૧૨થી વધુ સિરિયલોમાં કામ કર્યું હતું.
શોભિતા શિવન્ના પોતાની એક્ટિંગથી ઘર-ઘરમાં જાણીતી બની ગઈ હતી. શોભિતા શિવન્નાના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેનો પતિ વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર છે. તેના મૃત્યુ પહેલા લાંબા સમયથી એક્ટ્રેસ ટીવીની દુનિયાથી દૂર થઈ ગઈ હતી.SS1MS