Western Times News

Gujarati News

વિક્રાંત મેસીએ કહ્યું- આને હું શબ્દોમાં વ્યક્ત ના કરી શકું

મુંબઈ, એક તરફ વિક્રાંત મેસીએ ફિલ્મી કરિયર સાથે નાતો તોડવાના સમાચાર આપીને બધાને ચોંકાવ્યા છે બીજી તરફ એ જ દિવસ ૨ ડિસેમ્બરની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ જોઈ અને સોશિયલ મીડિયા પર તેમની પ્રશંસા કરી હતી.

તેમણે પાર્ટીના અન્ય નેતાઓ સાથે ફિલ્મ જોવાની વાત પણ લોકો સાથે શેર કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પોતાની ફિલ્મ જોયા બાદ અભિનેતા વિક્રાંત મેસી કહ્યું કે, મેં વડાપ્રધાન અને તમામ કેબિનેટ મંત્રીઓ અને ઘણા સાંસદો સાથે ફિલ્મ જોઈ હતી. તે એક ખાસ અનુભવ હતો.

હું હજી પણ તેને શબ્દોમાં વ્યક્ત કરી શકીશ નહીં કારણ કે હું ખૂબ ખુશ છું. મારી કારકિર્દીની સૌથી મોટી વાત છે કે મને વડાપ્રધાન સાથે મારી ફિલ્મ જોવા મળી.સંસદ ભવનમાં આયોજિત આ ફિલ્મના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય સાંસદો સાથે હાજરી આપી હતી.

ફિલ્મ જોયા બાદ તેમણે તેના એક્સ હેન્ડલ પર ફિલ્મની પ્રશંસા પણ કરી હતી. મોદીએ ત્રણ તસવીરો શેર કરી જેમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા, મનોહર લાલ ખટ્ટર, નીતિન ગડકરી અને અન્ય તેમની સાથે જોવા મળ્યા હતા. તેમજ ઓડીટોરીયમ પણ ભરચક હતું.વડાપ્રધાને તસવીરો સાથે લખ્યું, ‘સાબરમતી રિપોર્ટના સ્ક્રીનિંગમાં એનડીએના સાથી સાંસદો સાથે હાજરી આપી.

હું ફિલ્મના નિર્માતાઓના પ્રયાસોની પ્રશંસા કરું છું. નોંધનીય છે કે, આ પહેલા દેશના અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ ફિલ્મ જોયા બાદ તેના વખાણ કર્યા હતા. રિલીઝના ૧૬ દિવસ બાદ પીએમ મોદીએ ફિલ્મ જોઈ એ ફિલ્મના નિર્માતાઓ અને કલાકારો માટે મોટી વાત છે.૨૦૦૨માં ગુજરાતના ગોધરામાં સાબરમતી એક્સપ્રેસમાં બનેલી ઘટના પર એકતા કપૂરે ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ બનાવી છે.

આમાં વિક્રાંત મેસી, રિદ્ધિ ડોગરા અને રાશિ ખન્નાએ મહત્વની ભૂમિકા ભજવી છે. ત્રણેય વ્યવસાયે પત્રકાર હતા, જેઓ પોતપોતાના દૃષ્ટિકોણથી આ ઘટનાને લોકો સુધી પહોંચાડવામાં રોકાયેલા હતા. ૨૭ ફેબ્›આરી ૨૦૦૨ના રોજ જે પણ થયું તેનો મુખ્ય આરોપી કોણ હતો, તે બધું જ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.