સામંથા કરતા ઓછી ફી મળી? ચર્ચાનો અંત લાવોઃ શ્રીલીલા
મુંબઈ, આતુરતાપૂર્વક ‘પુષ્પા ૨’ની રાહ જોવાઈ રહી છે. પુષ્પાના ફૅન છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મની સિક્વલની રાહ જોઈ રહ્યા છે. ડિરેક્ટર સુકુમારની આ સિક્વલની એક્શન અને ડ્રામા માટે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે, જેનું ત્રીજું ગીત હવે આવી ગયું છે.
આ એક સ્પેશિયલ ડાન્સ નંબર છે, ‘કિસિક’ જેમાં શ્રીલીલા હોટ અવતારમાં જોવા મળી. જોકે, આ સોંગને દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણા લોકોને આ ગીતમાં મજા આવી તો ઘણાને ‘ઊ અંટવા’ જેવો જાદુ દેખાતો નથી. આ સરખામણીની વચ્ચે સામંથા કરતાં ઓછી ફી અંગે અટકળોએ વેગ પકડ્યો છે. આ મામલે ખુલાસો કરતાં શ્રીલીલાએ આવી ચર્ચાનો અંત લાવવા માગણી કરી છે.
સમંથાનું આ ગીત આવ્યું ત્યારે લોકોને જાણે આ ગીતે લત લગાડી દીધી હતી. દેવી શ્રી પ્રસાદ દ્વારા કમ્પોઝ થયેલાં પુષ્પાનાં બધાં જ ગીતો ધમાકેદાર હતા. જોકે, શ્રીલીલાનું કહેવું છે કે દર્શકો ફિલ્મ જોશે તો તેમને સમજાશે કે મારી પસંદગી યોગ્ય હતી અને આ કોઈ ટિપીકલ આઈટમ નંબર નથી.
આ ગીત ફિલ્મમાં મહત્વના પડાવ પર આવે છે.શ્રીલીલાને આ ગીત માટે સામંથાથી ઓછી ફી મળી હોવાની પણ ચર્ચા હતી. આ અંગે શ્રીલીલાએ કહ્યું કે મેં તો હજુ ‘પુષ્પા ૨’ના મેકર્સ સાથે ફિલ્મની ફી અંગે કોઈ ચર્ચા પણ કરી નથી. તેથી આ અંગેની બધી જ ચર્ચાઓનો અંત આવી જવો જોઈએ.
કેટલાંક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે ,કે શ્રીલીલાને આ ગીત માટે ૨ કરોડ રૂપિયા મળ્યા છે, જ્યારે સમંથાને ‘ઊ અંટવા’ સોંગ માટે ફી રૂપે ૫ કરોડ મળ્યા હતા. જોકે, શ્રીલીલાના ફૅન્સ માને છે કે કિસિક પણ ઊ અંટવા જેટલું જ સફળ થશે. કારણ કે શ્રીલીલાના ડાન્સ અને તેની તેમજ અલ્લુ અર્જુનની કેમેસ્ટ્રીના પણ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફહાદ ફાઝીલ પણ મહત્વના રોલમાં જોવા મળશે.SS1MS