Western Times News

Gujarati News

ટેલીકોમ કંપનીઓને રાહત આપવા સુપ્રીમનો ઇનકાર

નવી દિલ્હી, દેશના ટેલિકોમ કંપનીઓને ઈતિહાસના સૌથી મોટા ખોટમાં ધકેલવાના ટેલિકોમ મંત્રાલયના AGR પેનલ્ટીના કેસમાં સુપ્રિમ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. ટેલિકોમ મંત્રાલયે ફટકારેલ 1.47 લાખ કરોડના દંડ અંગે એરટેલ, વોડાફોન, આઈડિયા સહિતની કંપનીઓએ સુપ્રિમ કોર્ટમાં ફેરવિચારણા અરજી કરી હતી,જેને આજે સુપ્રિમ કોર્ટે નામંજૂર કરી હતી. સુપ્રિમ કોર્ટે ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલ દલીલ માન્ય રાખીને AGRના કારણે લાઇસન્સ ફીમાં રૂપિયા 93 હજાર કરોડ, અન્ય સ્પેક્ટ્રમ યુઝેસ ચાર્જના રૂ. 41 હજાર કરોડ વર્તમાન કંપનીઓએ વર્ષ 2005થી ચૂકવવા પડશે. આટલું જ નહીં નવી ફોર્મ્યુલા માન્ય રહેતા હવે પછીના દર વર્ષે કંપનીને સરકાર સાથેના હિસ્સાની રકમ વધારે ચૂકવવી પડશે.

24મી ઓક્ટોબરના આ ચુકાદા અંગે રીવ્યૂ પીટિશન ફાઈલ કરવામાં આવી હતી અને આજે સુપ્રિમ કોર્ટે બંધ બારણે આપેલ ચુકાદામાં ટેલિકોમ કંપનીઓ દ્વારા કરવામાં આવેલ અરજી નકારી કાઢી હતી અને ડેડલાઈન પૂર્વે AGR અંગેના પૈસા ચૂકવવા આદેશ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને 1.47 લાખ કરોડ ચૂકવવા માટે ત્રણ માસનો સમય આપ્યો હતો,જેની સમયમર્યાદા 23મી ડિસેમ્બર છે એટલેકે આગામી એક સપ્તાહમાં જ ખબર પડશે કે સરકારને ટેલિકોમ સેક્ટર પ્રત્યે સભાનતા છે કે પછી વોડાફોન-આઈડિયાનું પતન થવા દેશે અને આડકતરી રીતે જિયોને ફાયદો કરાવશે ?’

સુપ્રીમ કોર્ટે ટેલિકોમ કંપનીઓને AGR પેટે કંપનીને રૂ.28,314 કરોડ ચૂકવવાનો આદેશ કર્યો છે. વોડાડોન-આઈડિયાએ રૂ.50,920 કરોડની જંગી ખોટ નોધાવી છે કારણ કે કંપનીને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર એક 14 વર્ષ જુના કેસમાં મોટી રકમ કેન્દ્ર સરકારને ચુકવવાની જોગવાઈ કરવી પડી છે. ભારતી એરટેલને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 23,045 કરોડની જંગી ખોટ થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.