Western Times News

Gujarati News

‘પુષ્પા ૩’ કન્ફર્મ, અલ્લુ અર્જુન સાથે વિજય દેવરાકોંડા ભજવશે મોટી ભૂમિકા

મુંબઈ, અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘પુષ્પા ૨ઃ ધ રૂલ’ ૫ ડિસેમ્બર, ૨૦૨૪ ના રોજ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે. જો કે, તેના ત્રીજા ભાગને લઈને એવા અહેવાલો હતા કે ફિલ્મનો વધુ એક ભાગ હશે, જેની હવે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. ફિલ્મનું નામ ‘પુષ્પા ૩ઃ ધ રેમ્પેજ’ રાખવામાં આવ્યું છે.

મૂવીનું પોસ્ટર પણ સામે આવ્યું છે, જેના પછી ફેન્સનો ઉત્સાહ વધી ગયો છે.મનોબાલા વિજયબાલને તેના ઠ હેન્ડલ પર શેર કરેલી તસવીરમાં, સાઉન્ડ ડિઝાઈનર રેસુલ પુકુટ્ટી અને બાકીના ક્‰ ફિલ્મના ત્રીજા ભાગની ટાઈટલ સ્ક્રીનની આગળ ઉભા જોવા મળે છે.

અને જેમાં મોટા અક્ષરોમાં લખ્યું છે, ‘પુષ્પા ૩.’ તમને જણાવી દઈએ કે ઓસ્કાર વિજેતા સાઉન્ડ ડિઝાઈનર રેસુલ પુકુટ્ટીએ પહેલા આ ફોટો પોસ્ટ કર્યાે હતો પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દીધો હતો. રસપ્રદ વાત એ છે કે, વિજય દેવરાકોંડાએ નિર્દેશક સુકુમારના જન્મદિવસ પર ૨૦૨૨માં ત્રીજી સિક્વલનો ઉલ્લેખ કર્યાે હતો.

આ કારણે, એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે અલ્લુ અર્જુન-રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મના આ ત્રીજા ભાગમાં, વિજય વિલનની ભૂમિકામાં જોવા મળી શકે છે અથવા તે અભિનેતાના પુત્રની ભૂમિકા પણ ભજવી શકે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

અભિનેતાએ નિર્દેશક સાથે એક ફોટો શેર કર્યાે હતો અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ફિલ્મનું નામ લખ્યું હતું.હવે વાયરલ થઈ રહેલા આ લેટેસ્ટ ફોટોમાં ક્‰ના લોકો આ જ નામ સાથે જોવા મળી રહ્યા છે, જેના કારણે ચર્ચા તેજ થઈ ગઈ છે કે ફિલ્મનો ત્રીજો ભાગ આવશે.

હાલમાં આ અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાનો વિષય છે. આ ફિલ્મ ભારતમાં બનેલી અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.