સલમાન ખાનના શૂટિંગ સેટ પર ઘૂસી આવ્યો અજાણ્યો યુવક
નવી દિલ્હી, છેલ્લાં ઘણાં સમયથી અનેકવાર બોલિવૂડ દબંગ સ્ટાર સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે ત્યારે એક શૂટિંગ સેટ પર મોટી ઘટના બની છે.
માહિતી અનુસાર સલમાન ખાનના શૂટિંગ સેટ પર એક અજાણ્યો વ્યક્તિ ઘૂસી આવ્યો હતો. જેને પકડી લેવામાં આવ્યો હતો. માહિતી અનુસાર જ્યારે આ યુવકની પૂછપરછ કરવામાં આવી કે તે કોણ છે તો તેણે લોરેન્સ બિશ્નોઈનું નામ લઈને ધમકાવવાનો પ્રયાસ કર્યાે હતો. અહેવાલ અનુસાર આ ઘટનાની જાણકારી એક અધિકારીએ આપી હતી.
જેમણે કહ્યું કે શંકાસ્પદ યુવકને તાત્કાલિક પકડીને શિવાજી પાર્ક પોલીસને હવાલે કરી દેવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે આ શંકાસ્પદ યુવક સેટ પર પહોંચવામાં સફળ થયો જ્યાં સલમાન ખાન શૂટિંગ કરવાનો હતો. પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે.
ખરેખર તો બુધવારે રાત્રે મુંબઈના ઝોન ૫માં બોલિવૂડ એક્ટર સલમાન ખાનના શૂટિંગ લોકેશનમાં એક શંકાસ્પદ વ્યક્તિ ઘૂસ્યો હતો. દાદર વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આ વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.SS1MS