ઝીરો સે રિસ્ટાર્ટ’ નું ટ્રેલર રીલીઝ વિધુ વિનોદ ચોપરાની ધમાલ ફરી માણવા મળશે
મુંબઈ, વિક્રાંત મેસી સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ઝીરો સે રિસ્ટાર્ટ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. વિધુ વિનોદ ચોપરાએ દર્શકોને ૨ મિનિટ ૯ સેકન્ડના ટ્રેલરમાં અદ્ભુત સિનેમેટિક અનુભવની ઝલક આપી છે.
આ અંગે ચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરીને ચાહકોને ચોંકાવી દીધા છે. ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ટીઝર રિલીઝ થયા પછી, ‘રીસ્ટાર્ટ ફ્રોમ ઝીરો’ આ ઘટના પહેલાની વાર્તા લઈને આવ્યું છે, હવે ટ્રેલર પણ ધૂમ મચાવી રહ્યું છે.
વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કર્યું અને કેપ્શનમાં લખ્યું, ‘ભારતીય સિનેમાની સૌથી પ્રિય ફિલ્મોમાંની એકના નિર્માણમાં ગયેલા પાગલપનની ઝલક મેળવવા માટે તૈયાર થઈ જાઓ. રીસ્ટાર્ટ ફ્રોમ ઝીરોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મ ૧૩ ડિસેમ્બરથી સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.
ફિલ્મનું ટીઝર ૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ રીલિઝ થયું હતું. ગોવામાં આયોજિત ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયામાં વર્લ્ડ પ્રીમિયર થયું હતું, જેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ‘ઝીરો સે રીસ્ટાર્ટ’નું ટ્રેલર અદ્ભુત છે, જે વાર્તા પહેલાની સ્ટોરીની ઝલક આપે છે. તેમાં કોઈ શંકા નથી કે ૧૨ ફેલ પછી વિધુ વિનોદ ચોપરા ફરી એકવાર બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા માટે તૈયાર છે.
ટિ્વસ્ટ, ઈમોશન, કોમેડી અને આકર્ષક ડ્રામાથી ભરપૂર, ટ્રેલર તમને અદ્ભુત સિનેમેટિક પ્રવાસ પર લઇ જશે.‘રીસ્ટાર્ટ ફ્રોમ ઝીરો’ અંગે વિધુ વિનોદ ચોપરાએ તાજેતરમાં કહ્યું હતું કે, મને લાગે છે કે ઈમાનદાર ફિલ્મ બનાવવા માટે હિંમત ખૂબ જ જરૂરી છે, કારણ કે સિનેમામાં વાસ્તવિકતા બતાવવાની શક્તિ હોય છે. ચોપરાએ કહ્યું, ‘હું મારા વાસ્તવિક જીવનમાં જે રીતે છું તે જ રીતે હું અહીં તમારી સામે ઉભો છું.SS1MS