એકનાથ શિંદેએ શપથ લેતા પહેલા બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેને યાદ કર્યા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદે ફડણવીસની તાજપોશી-અજીત પવાર અને શિંદેએ નાયબ મુખ્યમંત્રીપદના શપથ લીધા
મુંબઈ, મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામોના ૧૩ દિવસ બાદ નવી સરકારની રચના કરવામાં આવી હતી. દેવેન્દ્ર ફડણવીસે ૧૦ વર્ષમાં ત્રીજી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આવું કરનાર તેઓ ભાજપના પ્રથમ નેતા છે. શપથ બાદ તેઓ પીએમ મોદી પાસે ગયા અને તેમને અભિનંદન પાઠવ્યા હતા.
Devendra Fadnavis taking oath as Maharashtra‘s Chief Minister. Eknath Shinde and Shri Ajit Pawar on taking oath as the Deputy Chief Ministers of the state.
ફડણવીસ બાદ પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. શપથ લેતા પહેલા તેમણે બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનું નામ લીધું હતું.
વડાપ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેઓ રાજ્યના બીજા એવા નેતા છે જેઓ સીએમ બાદ ડેપ્યુટી સીએમ બન્યા છે. શિંદે પછી એનસીપી નેતા અજિત પવારે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. તેઓ છઠ્ઠી વખત રાજ્યના ડેપ્યુટી સીએમ બન્યા છે. તેઓ મહાયુતિ અને મહાવિકાસ આઘાડી બંને ગઠબંધન સરકારોમાં ડેપ્યુટી સીએમ બનનાર મહારાષ્ટ્રમાંથી પ્રથમ નેતા બન્યા છે.
મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે ૫ઃ૩૧ વાગ્યે શપથ સમારોહ શરૂ થયો, જે ૧૬ મિનિટ એટલે કે ૫ઃ૪૭ વાગ્યા સુધી ચાલ્યો. ત્રણેય નેતાઓએ રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનની સામે મરાઠીમાં શપથ લીધા.
પીએમ મોદી, અમિત શાહ, નીતિન ગડકરી ઉપરાંત નીતીશ કુમાર, ચંદ્રબાબુ નાયડુ સહિત એનડીએ શાસિત ૨૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ અને ડેપ્યુટી સીએમ આ સમારોહમાં સામેલ થયા હતા.
સીએમ અને બે ડેપ્યુટી સીએમ સિવાય કોઈ મંત્રીએ શપથ લીધા નથી. જોકે મહાગઠબંધન વચ્ચે કેબિનેટ વિભાજન અંગે ૬-૧ની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, એટલે કે દરેક ૬ ધારાસભ્યો માટે એક મંત્રીપદ આપવામાં આવશે. આ અંતર્ગત ભાજપને ૨૦થી ૨૨ મંત્રી પદ, એકનાથ શિંદે જૂથને ૧૨ અને અજિત પવાર જૂથને ૯થી ૧૦ મંત્રી પદ આપવામાં આવી શકે છે.
શપથ સમારોહ બાદ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં નવી સરકારની પ્રથમ કેબિનેટની બેઠક યોજાઈ હતી અને તેમાં ત્રણેય પક્ષના નેતાઓની વચ્ચે મંત્રીમંડળમાં કોને સમાવવા અને કોને ક્યું ખાતું આપવું તે અંગે ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ એકનાથ શિંદે ગૃહખાતુ લેવા માટે છેક સુધી મક્કમ રહ્યા હતા અને આજે છેલ્લી ઘડી સુધી તેઓ શપથગ્રહણ કરશે કે નહીં તે અંગે અટકળો થઈ હતી.
પરંતુ આખરે શિંદેએ પણ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા હવે તમામની નજર નવા મંત્રીમંડળ અને કોને ક્યું ખાતુ સોપવામાં આવે છે તેના ઉપર મંડાયેલી છે. આજે રાતસુધીમાં અથવા ટૂંક સમયમાં આ અંગેની જાહેરાત કરવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે. મહારાષ્ટ્રની ૨૮૮ વિધાનસભા બેઠકો પર ૨૦ નવેમ્બરે મતદાન થયું હતું. પરિણામ ૨૩ નવેમ્બરે આવ્યું.
મહાયુતિને ૨૩૦ બેઠકો મળી હતી. જેમાં ભાજપે ૧૩૨ ધારાસભ્યો, શિવસેનાએ ૫૭ અને એનસીપીએ ૪૧ ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે મહાવિકાસ અઘાડીને ૪૬ અને અન્યને ૧૨ બેઠકો મળી હતી. સ્ફછમાં શિવસેના ૨૦ બેઠકો જીતી, કોંગ્રેસ ૧૬ અને શરદ પવારની દ્ગઝ્રઁ ૧૦ બેઠકો જીતી. બહુમતીનો આંકડો ૧૪૫ છે.
અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી. એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે.
મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય પ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર શપથ લીધા છે. મુંબઈના આઝાદ મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોએ હાજરી આપી હતી.