Western Times News

Gujarati News

સુરતમાંથી ૧૪ બોગસ BEMS ડૉક્ટર પકડાયા

(એજન્સી)સુરત, ગુજરાતમાં નકલી જજ, કોર્ટ, પોલીસ, IAS અધિકારી સહિત નકલીની બોલબાલા વચ્ચે ગઈ કાલે બુધવારે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ અધિકારીની ટીમ ઝડપાયા બાદ હવે સુરતમાંથી ૧૪ નકલી ડૉક્ટર ઝડપાયા છે. જેમાં સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી હાથ ધરીને ૧૨૦૦ જેટલી નકલી ડિગ્રીઓ પણ જપ્ત કરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, સુરત ઝોન-૪ પોલીસ દ્વારા બાતમીના આધારે નકલી ડૉક્ટર અને બોગસ ડિગ્રી મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં પોલીસે ૧૪ જેટલા બોગસ ડૉક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરતાં અન્ય બોગસ ડૉક્ટર પણ મળી આવે તેવી શક્યતા છે. સમગ્ર મામલે પોલીસે મુખ્ય આરોપી જાણીતા ડૉ. રસેશ ગુજરાતીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

જ્યારે બોર્ડ ઓફ હોમિયોપેઠીનો ડાયરેક્ટર અમદાવાદના બીકે રાવતની પણ સુરત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જેમાં ૧૨૦૦ જેટલી બોગસ ડિગ્રીના ડેટા પણ મળી આવ્યા છે. જેમાં BEMS.com ગુજરાતની વેબ પોર્ટલના માધ્યમ પરથી રજીસ્ટ્રેશન કરતા હોવાની જાણકારી મળી છે. સુરત ઝોન-૪ના DCP વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે,

ડૉક્ટરના ક્લિનિક પર તપાસ કરીને તેમની પાસે ડિગ્રી માગી હતી. જેમાં તેમણે ગુજરાત સરકાર દ્વારા માન્ય નથી તેવું BEMS નું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું. જ્યારે આરોગ્ય વિભાગે આ ડિગ્રી બોગસ હોવાનું જણાવ્યું હતું. સમગ્ર મામલમાં આ શખસોની ટીમ ૭૦ હજારમાં ડિગ્રી આપવાની વાત કરતા હતા. જેમાં આ ડિગ્રીઓ રાજ્ય સરકારના આયુષ મંત્રાલય દ્વારા આપવામાં આવતી હોવાની જાણકારી મળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.