રિતિક રોશનના પરિવાર પર બનશે ખાસ સીરીઝ
મુંબઈ, હૃતિક રોશને તેના પરિવાર પર આધારિત શ્રેણી ‘ધ રોશન્સ’ની જાહેરાત કરી છે. તેની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી. આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં રોશન પરિવારનું યોગદાન બતાવવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની રિલીઝ ડેટ રિતિકના જન્મદિવસ પર જાહેર કરવામાં આવશે.
થોડા મહિનાઓ પહેલા હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત કપલ સલીમ-જાવેદ પર એક ડોક્યુમેન્ટરી સીરિઝ રિલીઝ થઈ હતી. હવે રિતિક રોશનના પરિવાર પર એક સીરિઝ આવી રહી છે, જેનું નામ છે ‘ધ રોશન્સ’. તે ક્યારે રિલીઝ થશે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ તે ક્યાં રિલીઝ થશે તે જણાવવામાં આવ્યું છે.
રિતિક રોશને સોશિયલ મીડિયા પર ધ રોશન્સની જાહેરાત કરી હતી. પોસ્ટ શેર કરતી વખતે, તેણે લખ્યું, ‘પરિવાર સાથે વારસા અને પ્રેમ દ્વારા એક સફર, જે હિન્દી સિનેમામાં સંગીત, જાદુ અને યાદગાર ક્ષણો લઈને આવી. રોશન, ટૂંક સમયમાં આવી રહ્યું છે.
‘વોર ૨’ના ક્લાઈમેક્સ સીનમાં રિતિક રોશન અને જુનિયર એનટીઆર વચ્ચે જબરદસ્ત એક્શન જોવા મળશે, ૧૫ દિવસ સુધી શૂટિંગ ચાલશે.હૃતિક રોશને જણાવ્યું છે કે આ સીરીઝ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે. પરંતુ તેણે હજુ સુધી રિલીઝ ડેટ જાહેર કરી નથી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શો રિતિકના જન્મદિવસ પર આવી શકે છે. તેમનો જન્મદિવસ ૧૦ જાન્યુઆરીએ ઉજવવામાં આવશે.રિતિક રોશને ફિલ્મ ‘કહો ના… પ્યાર હૈ’થી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યાે હતો. આ પછી તેણે ‘કોઈ… મિલ ગયા’, ‘ક્રિશ’, ‘જોધા અકબર’ જેવી ઘણી હિટ ફિલ્મો આપી છે. તે છેલ્લે ફિલ્મ ‘ફાઇટર’માં જોવા મળ્યો હતો. હવે તે ‘વોર ૨’માં જોવા મળશે.
આ ફિલ્મમાં જુનિયર એનટીઆર પણ જોવા મળી શકે છે.અંગત જીવનની વાત કરીએ તો રિતિક આ દિવસોમાં સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં પાછીપાની કરતા નથી. તેમના બ્રેકઅપની ચર્ચા હતી, પરંતુ તેઓએ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું છે.SS1MS