Western Times News

Gujarati News

વિશ્વની પ્રથમ ‘WAVES સમિટ-૨૦૨૫’માં યુનિવર્સિટી, કોલેજના વિદ્યાર્થીઓને સહભાગી થવાની ઉત્તમ તક

Ø  સમિટમાં સહભાગી થવા https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in પર નોંધણી કરાવાની રહેશે

Ø  WAVESના આયોજન થકી દેશના મીડિયા- એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઈ જઈ ભારતને આ ક્ષેત્રે ‘કન્ટેન્ટ હબ’ બનાવાશે

Ø  વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીની રોકડ રકમમહિન્દ્રા થાર ગાડી જેવા પુરસ્કાર ઈનામ રૂપે અપાશે

કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના ઉપક્રમે ભારત મંડપમ નવી દિલ્હી ખાતે તા. ૦૫ થી ૦૯ ફેબ્રુઆરી૨૦૨૫ દરમિયાન વર્લ્ડ ઓડિયો-વિઝ્યુઅલ અને એન્ટરટેઈનમેન્ટ સમિટ-૨૦૨૫-WAVESનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન હેઠળ WAVES સમિટવિશ્વની પ્રથમ કન્વર્જન્સ ઇવેન્ટ તરીકે સાબિત થશે

જે ડિજિટલમીડિયા અને એન્ટરટેઈનમેન્ટ દુનિયા સાથે જોડાયેલા ક્રિએટર્સ માટે અર્થવ્યવસ્થામાં રોજગારની તકમાં વધારો કરશે. WAVES સમિટમાં ભારતની સમગ્ર યુનિવર્સિટીઓકોલેજો તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ https://wavesindia.org/challenges2025 અથવા https://mygov.in  પર નોંધણી કરી વિશ્વની પહેલી એવી WAVES સમિટ-૨૦૨૫માં ભાગ લઇ શકશે.

મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઉદ્યોગને વધુ વેગ આપવા જાન્યુઆરી ૨૦૧૯માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મુંબઈ ખાતે ભારતીય સિનેમા માટે રાષ્ટ્રીય સંગ્રહાલય (નેશનલ મ્યુઝિયમ ઓફ ઇન્ડિયન સિનેમા)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને WAVES સમિટ યોજાવા જઈ રહી છે. આ સમિટ વૈશ્વિક સ્તરે મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાં ક્રોસ-કલ્ચરલ સમાજમાં વિવિધતા લાવવાની સાથે વૈશ્વિક સ્ટેકહોલ્ડર્સ સાથે ભાગીદારીની તકો પણ ઉભી કરશે.

આ સમિટનો મુખ્ય હેતુ ભારતના મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ સેક્ટરને વૈશ્વિક સ્તરે લઇ જઈ ભારતની યુવા પેઢીના સોફ્ટ પાવરને વધારી દેશને વૈશ્વિક કોન્ટેન્ટ હબ બનાવી કોન્ટેન્ટનો નિકાસ કરવાનો છે. આ સમિટ દ્વારા મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ક્ષેત્રમાં ભારતીય મીડિયાનો વૈશ્વિક બજારમાં હિસ્સો વધશે અને આ ક્ષેત્ર સાથે જોડાયેલી યુવા પેઢી માટે રોજગારના નવા દ્વાર ખુલશે.

WAVESના મુખ્ય ચાર સ્તંભ છે ૧) બ્રોડકાસ્ટિંગ અને ઈન્ફોટેનમેન્ટ ૨) AVGC/XR ૩) ડિજિટલ અને ૪) ફિલ્મ્સ. આ ચાર સ્તંભ હેઠળ ન્યૂઝ મીડિયાટીવી અને રેડિયોસંગીતએડવરટાઈઝિંગએનીમેશનગેમિંગકોમીક્સ,ઈ-સ્પોર્ટ્સ, AR/VR/XR, મેટાવર્સસોશિયલ મીડિયા પ્લેટફોર્મઓટીટી પ્લેટફોર્મજનરેટીવ AI, ફિલ્મ્સશોર્ટ ફિલ્મ્સડોક્યુમેન્ટરીઝફિલ્મ ટેકનોલોજીપ્રોડક્શનપોસ્ટ- પ્રોડક્શન જેવા વિષયોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૫માં યોજાનાર આ સમિટમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે માસ્ટર ક્લાસ/વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ક્રીએટર્સ કોન્કલેવફંડ્સ માટે ઇન્ફ્યુઝન અને અંતમાં ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ ચેલેન્જ ગ્રેંડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ નિયત કરેલ વેબસાઈટ પર નોંધણી કરાવી ‘ક્રિએટ ઇન ઇન્ડિયા’ સીઝન-૧માં તેમના રસના વિષયની સ્પર્ધામાં ભાગ લઇ શકશે.

જેમાં વિજેતા વિદ્યાર્થીઓને રૂ. ૨.૭૫ કરોડ સુધીના રોકડ પુરસ્કારવૈશ્વિક ઉદ્યોગ ઈવેન્ટ્સ માટે સ્પોન્સરશિપપ્રસિદ્ધ મ્યુઝિક લેબલ્સ સાથે રેકોર્ડિંગઇન્ક્યુબેશન માટે સપોર્ટમહિન્દ્રા થાર ગાડીપ્રકાશન માટે ડીલ્સ જેવા અન્ય પુરસ્કાર સહિત સર્ટીફિકેટ એનાયત કરવામાં આવશે.

પાંચ દિવસીય WAVES સમિટમાં પહેલા ૩ દિવસ એટલે કે ૫૬ અને ૭ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન વ્યવસાય સંબંધિત સેમિનારોનું આયોજન કરવામાં આવશે જયારે તા ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન જાહેર જનતા માટે ખુલ્લું મુકાશે તેમ, PIBની યાદીમાં જણાવાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.