IIM સંબલપુર NHRDN ચેપ્ટર લોન્ચ કરનારું પહેલું IIM બન્યું
નવી દિલ્હી, 5 ડિસેમ્બર, 2024– ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સાયુજ્યને વધુ મજબૂત બનાવવા માટેની અગ્રણી પહેલ તરીકે દેશની ટોચની મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી એક IIM સંબલપુરે નવી દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં નેશનલ HRD નેટવર્ક (NHRDN) સાથેના જોડાણ થકી પોતાના કેમ્પસમાં નવા ચેપ્ટરનો આરંભ કરવાની જાહેરાત કરી છે. આ પહેલ સાથે IIM સંબલપુર NHRDNનું ચેપ્ટર ધરાવતું પહેલું IIM બન્યું છે.
આ પહેલનો હેતુ ભારતમાં માનવ સંસાધનના વિકાસ અને વિચારપ્રેરક નેતૃત્વનું સર્જન કરવા વિચાર પ્રેરક ચર્ચાવિચારણા, શ્રેષ્ઠ પ્રક્રિયાઓને પ્રોત્સાહન આપવાનો તેમજ દેશમાં HRની પ્રક્રિયાઓના ભાવિને આકાર આપનારા પ્રોજેક્ટ હાથ ધરવા માટે સીનિયર HR પ્રોફેશનલ્સ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સહિતના 20 હજાર સક્રિય સભ્યો સાથેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે નેશનલ HRD નેટવર્ક માનવ સંસાધનના ક્ષેત્રમાં સૌથી જાણીતા વ્યાવસાયિક સંસ્થાનોમાંથી એક છે તેમજ જુદા જુદા ઉદ્યગોમાં HR પ્રક્રિયાઓ અને નીતિઓને આકાર આપવામાં કેન્દ્રિય ભૂમિકા અદા કરે છે. આ NHRDNનું એકંદરે 52મું ચેપ્ટર હશે, જેમાં સિંગાપોર, મધ્ય પૂર્વ, નેપાળ અને 9 સ્ટુડન્ટ ચેપ્ટર્સનો પણ સમાવેશ થાય છે, જેનાથી તેની વિસ્તૃત પહોંચ અને પ્રભાવમાં વધારો થાય છે. આ જોડાણ થકી IIM સંબલપુર HR સમુદાયની નિપુણતા અને પ્રીમિયર મેનેજમેન્ટ સંસ્થાના શૈક્ષણિક જુસ્સા અને રિસર્ચ આધારિત વલણને એક સાથે લાવવા માગે છે.
આ પ્રસંગે IIM સંબલપુરના ડાયરેક્ટક પ્રો. મહાદેવ જયસ્વાલે જણાવ્યું હતું કે, “ભવિષ્ય માટે તૈયાર HR લીડર્સના વિકાસમાં યોગદાન આપવાના અમારા મિશન અને પાયાના મૂલ્યો સાથેના જોડાણમાં નેશનલ HRD નેટવર્ક સાથેનું અમારું જોડાણ HR સમુદાયની નિપુણતાને એક સાથે લાવે છે. આ ચેપ્ટરના માધ્યમથી અમે સમકાલીન HR વ્યુહરચનાઓથી સજ્જ દુરંદેશી લીડર્સ તૈયાર કરવા તેમજ સહયોગાત્મક સંશોધનને પ્રોત્સાહન આપી રહ્યા છીએ,
જે HRમાં રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ સાથે શૈક્ષણિક અંતદ્રષ્ટિનું જોડાણ કરે છે. અમારો લક્ષ્યાંક જોડાણ અને ઈનોવેશન માટે ઉદ્યોગોના નિષ્ણાત અને વિદ્યાર્થીઓ માટે માટે ગતિશીલ ઈન્ટરફેસ તૈયાર કરવાનો તેમજ નિપુણતામાં વધારો કરવા તેમજ વ્યાવસાયિક જોડાણોનું વિસ્તરણ કરવા માટે વર્કશોપ, સેમિનાર્સ અને નેટવર્કિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવાનો છે.”
આ કાર્યક્રમનો પ્રયાસ સઘન રિસર્ચ, સંશોધન અને સતત જ્ઞાન પ્રાપ્તિ દ્વારા તેની ફિલોસોફીના વ્યાપક સમજ, પ્રક્રિયાઓ અને ઉપયોગને પ્રોત્સાહન આપીને માનવ સંસાધન વિકાસ (HRD)ના સૈદ્ધાંતિક અને વ્યવહારિક પરિમાણોને આગળ ધપાવવાનો છે.
તેનો હેતુ પ્રોફેશનલ્સ અને પ્રેક્ટિશનર્સમાં એડવાન્સ્ડ HRDનું જ્ઞાન વહેંચવાનો તેમજ ફીલ્ડને મજબૂત બનાવવા માટે આંતરદ્રષ્ટિ અને અનુભવોના વિનિમયનો છે. 36 વર્ષ પહેલાં સ્થાપિત કરાયેલી NHRDN વ્યાવસાયિક રીતે સંચાલિત સ્વાયત્ત અને બિનનફાકારક સંસ્થા છે અને આવતીકાલના લીડર્સને તૈયાર કરવામાં ઉદ્દીપકની ભૂમિકા અદા કરે છે. તેની પાસે 20,000 જેટલા સભ્યો છે.
જે કે ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ, ગ્રુપ HR પ્રેમ સિંહ NHRDNના યજમાન હતા, જ્યારે લેખક અને થોટ લીડર અરુણ માયરા કાર્યક્રમના મુખ્ય મહેમાન હતા. હીરો મોટોકોર્પ લિ. ના HR હેડ ધર્મ રક્ષિત, GMR ગ્રુપના સીઈઓ અને પૂર્વ પ્રેસિડેન્ટ ડૉ. અકીલ બુસરાઈ, ગ્રુપ હેડ ટેલેન્ટ એક્વિઝિશન હરપ્રીત દત્તા, ઈફ્કોના ડાયરેક્ટર, HR આરપી સિંહ, ડીસીએમ શ્રીરામના ગ્રુપ CHRO સંદીપ ગિરોત્રા, ધ મેક્સ ગ્રુપના CHRO સિમર દીપ કૌર, ડીએસ ગ્રુપના HR હેડ સિમિન અસ્કરી તેમજ ઈન્ડિગોના ગ્રુપ CHRO સુખજીત પસરિચાની પણ આ કાર્યક્રમમાં ગરિમામય ઉપસ્થિતિ હતી.
IIM સંબલપુર-NHRDN ચેપ્ટર HR લીડર્સની આગામી પેઢીને તૈયાર કરીને તેમજ HR પ્રેક્ટિસમાં એકંદર આગેકૂચમાં યોગદાન આપીને લાંબા ગાળાની અસર સર્જવા માગે છે. IIM સંબલપુર અને NHRDN સાથે મળીને માનવ સંસાધન વિકાસમાં ઈનોવેશન અને ઉત્કૃષ્ટતાને આગળ વધારશે તેમજ ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે.
IIM સંબલપુરના દિલ્હી કેમ્પસના MBA વર્કિંગ પ્રોફેશનલના ચેરપર્સન, પ્રો. પૂનમ કુમાર અને IIM સંબલપુરના કોર્પોરેટ રિલેશન્સના ચીફ સંજય શર્મા તેમજ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.