કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરને ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક તરફથી ફાઈવ સ્ટારનું રેટિંગ મળ્યું
કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગરની સ્થાપના પશુચિકિત્સા અને પશુપાલન, ડેરી અને મત્સ્યવિજ્ઞાન ક્ષેત્રે શિક્ષણ, સંશોધન અને વિસ્તરણ શિક્ષણના ઉમદા ઉદેશથી રાજ્ય સરકાર તરફથી કરવામાં આવી છે.
૨૦૧૮માં ગુજરાત સરકારે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF)ને અનુરૂપ ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેટિંગ ફ્રેમવર્ક (GSIRF)ની શરૂઆત ઉત્કૃષ્ટ વિશ્વ કક્ષાની સંસ્થાઓ બનાવવાના હેતુથી કરવામાં આવી હતી.
GSIRF – ૨૦૨૪માં ગુજરાતની રાજ્યભરની યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. કામધેનુ યુનિવર્સિટીએ એગ્રીકલ્ચર કેટેગરી માટે GSIRF – ૨૦૨૪ માં ભાગ લીધો હતો જેમાં રાજ્યની તમામ કૃષિ યુનિવર્સિટીઓ પૈકી ફક્ત કામધેનુ યુનિવર્સિટીને એગ્રીકલ્ચર કેટેગરીમાં ફાઈવ સ્ટારનું રેટિંગ પ્રાપ્ત થયું છે.
કામધેનુ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. એન. એચ. કેલાવાલાના સબળ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ તથા કોલેજોના આચાર્ય, શિક્ષકો અને સંશોધન નિયામકશ્રીની કચેરી સહિત તમામ સ્ટાફે આ માટે જહેમત ઉઠાવેલ હતી.