સુપ્રીમ કોર્ટમાં PIL: પ્રદર્શનકારી ખેડૂતોને રસ્તા પરથી હટાવો
નવી દિલ્હી, હરિયાણા-પંજાબ વચ્ચે શંભુ બોર્ડર અને પંજાબના બીજા હાઇવે ખોલવાની માંગને લઇને સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ થઇ છે. કોર્ટ સોમવારે સુનાવણી કરશે. અરજી કરનારે કહ્યું કે ખેડૂત આંદોલનને કારમે શંભુ બોર્ડર લાંબા સમયથી બંધ છે.
સુપ્રીમ કોર્ટે આ અરજી દાખલ કરી હોવાનું જાણવા મળી રહયું છે અને પંજાબ તથા હરિયાણા સરકારને આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ વાતને ખુબ જ ગંભીરતાથી લીધી છે અને આવતીકાલ સોમવારે જ આ અંગેની વધુ સુનવણી રાખવામાં આવી છે જેના પર તમામની નજર મંડાયેલી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે હાઈવે બ્લોક કરવો એ લોકોના મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. આ ઉપરાંત, આ નેશનલ હાઈવે એક્ટ અને ભારતીય ન્યાયિક સંહિતા એટલે કે મ્દ્ગજી હેઠળ પણ ગુનો છે. આવી સ્થિતિમાં હાઈવે બ્લોક કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ. અરજીમાં વિનંતી કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ કેન્દ્ર, પંજાબ અને હરિયાણા સરકારને વિરોધ કરી રહેલા ખેડૂતોને હાઈવે પરથી હટાવવાનો નિર્દેશ આપે.
શંભુ બોર્ડર પરથી ખેડૂતોને હટાવવા અંગે ૭ નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરવામાં આવી હતી. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરાશે.પિટિશનમાં આંદોલનકારી ખેડૂતો દ્વારા તમામ રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને રેલ્વે ટ્રેકને અવરોધિત કરવામાં ન આવે.
ખેડૂતોના આંદોલનના ભાગરૂપે છેલ્લા ૩૦૦ દિવસથી શંભુ બોર્ડર પર બેઠેલા ખેડૂતોએ ‘દિલ્લી ચલો’ માર્ચ અંતર્ગત દિલ્હી તરફ કૂચ કરી હતી.લઘુત્તમ ટેકાના ભાવ સિવાય ખેડૂતો તેમની અન્ય તમામ માંગણીઓ સંતોષવા માટે વિરોધ કરવા દિલ્હી જવા તૈયાર છે. ખેડૂતો પર પહેલા પોલીસે ફૂલોનો વરસાદ કર્યો હતો અને પછી ટિયરગેસના સેલ છોડીને તેમને વેર વિખેર કરી નાખ્યા હતા. કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોને ઇજા થઇ હતી જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો ફરી એક વખત આંદોલનને ઉગ્ર બનાવવા માટે પ્રયાસ કરી રહયા છે અને આ માટે દિલ્હી કૂચની પણ જાહેરાત કરી હતી. જેના પગલે સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે અને શંભુ બોર્ડર તથા અન્ય સ્થળોએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં આજે થનારી સુનાવણી બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.