Western Times News

Gujarati News

ગોઝારો રવિવારઃ અકસ્માતની વિવિધ ઘટનામાં છ ના મોત, 7 ઘાયલ

ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોની સંખ્યામાં વધારો થયો છે. દરમિયાન આજે રવિવારે રાજ્યના અલગ અલગ શહેરો તથા તાલુકાઓમાં પાંચ અકસ્માતની ઘટનાઓ બની હતી જેમાં એક ૪ વર્ષનાં કિશોર સહિત કુલ ચાર લોકોનાં મોત થયાં હતા. જ્યારે સાત લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગરના લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત નિપજ્યા હતા. હિંમતનગર તરફથી આવતી બ્રેઝા કારમાં પાંચ જણા સવાર હતા.

દરમિયાન નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે કારના ચાલકે પૂર ઝડપે વળાંક લેતા કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. જેમાં કારમાં આગળ બેઠેલા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે કારમાં પાછળની સીટમાં બેઠેલા મહિલા – બાળક ઇજાગ્રસ્ત થતાં સ્થાનિકોએ બહાર કાઢી લઈ ૧૦૮ મારફતે સારવાર અર્થે મોકલી આપ્યા હતા. કારની એર બેગ પણ ખુલી ગઈ હતી.

વડોદરા શહેરમાં ડોર ટુ ડોર કચરાની ગાડી સાથે ગંભાર અકસ્માત સર્જાતા ૪ વર્ષના એક કિશોરનું મોત નિપજ્યું હતું. છાણી વિસ્તારમાં આવેલી અભય નગર સોસાયટીમાં બાળક રમતો હતો તે દરમિયાન કચરાની ગાડી રિવર્સ લેતા બાળક કચરાની ગાડી સાથે ભટકાયો હતો. તાત્કાલીક બાળકને ખાનગી હોસ્પિટલમાં લઈ જતા કિશોરનું મોત નીપજ્યું હતું. વડોદરા શહેરમાં અનેક લોકોના જીવ ડોર ટુ ડોર કચરાની ગાડી ને લીધે ગયા છે.

ભાવનગર નજીકના નાની ખોડીયાર પાસે કાર ચાલકે બાઈકને અડફેટે લેતા ત્રણ લોકોને ઇજા થઈ છે. કારચાલક મહિલા પોલીસ કર્મી હોવાનું જાણવા મળ્યું. મળતી વિગતો અનુસાર ભાવનગર રાજકોટ હાઇવે પર નાની ખોડીયાર નજીક કારચાલક મહિલાએ હાઇવે પર ત્રણ જેટલી બાઈક ચાલકને લેતા ધીરુભાઈ તેમજ તેમનો પુત્ર કરણ તેમજ અરવિંદ નામના પરપ્રાંતીય યુવક સહિત ૩ લોકોને ઇજા પહોંચી હતી,

તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક ગામના દ્રશ્યો સર્જાયા, કારચાલક મહિલા પાલીતાણામાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા હોવાની પ્રાથમિક વિગતો મળી રહે છે.

જંબુસર ના આર.એસ.એસ.ના પ્રખર કાર્યકર નીતિનભાઈ ચોક્સી વહેલી સવારે ર્મોનિંગ વોક પર નીકળ્યા હતા.તે દરમ્યાન જંબુસર કલક રોડ ઉપર અજાણ્યા વાહને ટક્કર મારતાં તેઓનું ગંભીર ઇજા ના કારણે સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

જંબુસર પોલીસ દ્વારા ઘટનાનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની તપાસ હાથ ધરી હતી. બનાવની જાણ થતાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહીત તાલુકા પંચાયત પ્રમુખ હોસ્પિટલ દોડી આવ્યા હતા. અકસ્માતમાં આર.એસ.એસના કાર્યકરના મોતના પગલે જંબુસર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી હતી

બોટાદ શહેરનાં ગઢડા રોડ પર અમરેલી-બોટાદ એસ.ટી. બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. બાઈક ચાલક અચાનક રોડ પર રહેલ રીક્ષા સાથે અથડાયો તે દરમ્યાન એસટી બસ પસાર થતા અકસ્માત સર્જાતા યુવકનું મોત થયું હતું.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.