ભારતીય જેલોમાં આતંકીઓને મેસેજ પહોંચાડવા ISIની તરકીબ
નવી દિલ્હી, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈએ ભારતની જેલમાં કેદ પોતાના ખતરનાક આતંકવાદીઓ સુધી મેસેજ પહોંચાડવા માટે એક નવો પેંતરો અજમાવ્યો છે.
આ માટે આઈએસઆઈએ નશાની આદત ધરાવતા કે માનસિક રીતે પાગલ લોકોને ભારતમાં ઘુસાડ્યા અને આ લોકોએ દેશની જેલોમાં કેદ કટ્ટર આતંકવાદીઓ સુધી મેસેજ પહોંચાડવાનું કામ કર્યું છે. અધિકારીઓના કહેવા મુજબ, આ વર્ષે જુલાઈથી હમણાં સુધી ૧૦થી વધુ આવા મામલા સામે આવ્યા છે, જેમાં પાકિસ્તાની નાગરિક પોતાના દેશ અને પાકિસ્તાનના કબજાવાળા કાશ્મીરમાંથી ભારત ઘુસ્યા છે.
એમાંથી કેટલાય જમ્મુ, પંજાબ અને રાજસ્થાનની જેલોમાં મોકલાયા છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓને શંકા છે કે આ લોકો આઈએસઆઈના સંદેશવાહક(મેસેન્જર) છે, જેમને જેલમાં કેદ આતંકવાદીઓ સુધી મહત્વપૂર્ણ મેસેજ પહોંચાડવાનું કામ સોંપ્યું છે.
આ લોકોની પૂછપરછ દરમિયાન ભારતીય સુરક્ષા એજન્સીઓને જાણવા મળ્યું કે તેમને સુરક્ષા કર્મીઓ દ્વારા પૂછપરછનો સામનો કરવા માટે ટ્રેઈનિંગ આપવામાં આવી છે.
પકડાયેલા પાકિસ્તાનના લોકોના વ્યવહાર-વર્તણૂંક શંકા પેદા કરનારી છે. આ દર્શાવે છે કે તેમને પાયાની જાણકારી અને ગોળગોળ જવાબો તેમની ઘુષણખોરીની પાછળ સંભવિત મોટા એજન્ડાનો સંકેત આપે છે.
અધિકારીઓએ જણાવ્યું કે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટના ઉપયોગથી ઈલેક્ટ્રોનિક ફૂટપ્રિન્ટ રહી જાય છે, જે સરહદ પાર સક્રિય સરકારી અને બિન-સરકારી બંને પ્રકારના ષડયંત્રકર્તાઓની યોજનાનો પર્દાફાશ કરી શકે છે. પરિણામ સ્વરૂપ, આઈએસઆઈએ આ નવી તરકીબ અપનાવી છે. કથિત રીતે ઘુષણખોરીની રણનીતિમાં મહિલાઓ અને સગીર સામેલ છે, જે કૂરિયરના રુપમાં કામ કરી શકે છે.
જુલાઈમાં એક નોંધનીય ઘટનામાં, પાકિસ્તાનના એક સગીરને પંજાબમાં રોકવામાં આવ્યો હતો. અધિકારીઓએ કહ્યુ કે, તપાસ દરમિયાન, સુરક્ષા કર્મીઓને અરબીમાં લખેલો એક કાગળ મળી આવ્યો. જોકે, આ કાગળ વાંચી શકાતો ન હતો. આઈએસઆઈની ઘુષણખોરીની રણનીતિને ડ્રગ તસ્કરીના નેટવર્ક સાથે જોડવામાં આવી છે.
રાજસ્થાનના બિજર્નીર ગામમાં એક મામલો સામે આવ્યો, જેમાં માનસિક રોગીનો દેખાવ કરનાર એક પાકિસ્તાની નાગરિકની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી, તો તેણે બધા રહસ્યો ખોલી દીધા હતા. આ પાકિસ્તાની નાગરિકે સુરક્ષા એજન્સીઓ સામે કબૂલાત કરી કે પાકિસ્તાનના બે ડ્રગ માફિયા સરફરાજ જોહિયા અને નવાજે ભારતમાં ડ્રગ્સ સહિત નશીલા પદાર્થાેની હેરાફેરીને વધારવા અને બીએસએફના જવાનોની તૈનાતી અંગેની જાણકારી એકત્ર કરવા માટે તેને કામ પર રાખ્યો હતો.
તાજેતરમાં એક અન્ય ઘટનામાં, લાર્હીરથી મોહમ્મદ અસદ નામનો એક પાકિસ્તાની યુવક પોતાની બાઇક લઈને ઝીરો લાઈન પર પહોંચી ગયો અને બીએસએફ પોતાની ધરપકડ કરે તેની રાહ જોવા માંડ્યો. પૂછપરછ દરમિયાન તેણે દાવો કર્યાે કે તેની ગર્લળેન્ડને લઈને પોતાના પરિવારમાં વિવાદ પેદા થયો હતો.SS1MS