ભગવાનના ઘર એવા મંદિર પણ કળિયુગમાં સુરક્ષિત નહી
ભરૂચના અયોધ્યાનગર સંતોષી માતાના મંદિર ને નિશાન બનાવતા તસ્કરો- મંદિર ના પાછળના ભાગની ગ્રીલ નું તાળું તોડી દાનપેટી ઉઠાવી ગયા-દશ થી પંદર હજારથી ચોરીની આશંકા.
ભરૂચ: ભરૂચ ના લીંકરોડ પર આવેલ અયોધ્યાનગર ના સંતોષી માતા ના મંદિર ને નિશાન બનાવી તસ્કરો દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.ડેન પેટી માં રૂપિયા દશ થી પંદર હજાર ની રોકડ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યુ છે.
ભરૂચ માં ઠંડી ના ચમકારા સાથે તસ્કરો ની સક્રિયતા વધી હોય તેમ ચોરી ના બનવો માં પણ ઉછાળો આવ્યો છે.છેલ્લા ત્રણ દિવસ માં ચાર ચોરી ના બનાવો બનવા પામ્યા છે.જેમાં ભરૂચ ના લીંકરોડ પર આવેલ અયોધ્યાનગર માં આવેલ અને લોકો ની આસ્થા ના કેન્દ્ર સમા સંતોષી માતાજી ના મંદિર ને તસ્કરો એ નિશાન બનાવ્યું હતું।જેમાં મંદિર ના પાછલા ભાગ માં આવેલ ગ્રીલ નું તાળું તોડી તસ્કરો મંદિર માંથી સ્ટીલ ની દાનપેટી લઈ ફરાર થઈ ગયા હતા.
સવાર ના સમયે શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા મંદિર માં ચોરી થયા નું જણાતા તે અંગે ની જાણ સંચાલકો ને કરવામાં આવી હતી.જેના પગલે તેઓ દોડી આવ્યા હતા અને દાનપેટી માં રૂપિયા દશ થી પંદર હજાર હોવાનું અનુમાન લગાડવા સાથે ચોરી અંગે ની ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી. ભરૂચ ના લીંકરોડ પર આ પૂર્વે શક્તિનાથ મહાદેવ મંદિર,મોઢેશ્વરી માતાજી ના મંદિર ને પણ તસ્કરો નિશાન બનાવી ચુક્યા છે ત્યારે ભગવાન ના ઘર એવા મંદિર પણ કળિયુગ માં સુરક્ષિત ન હોવાનું લાગી રહ્યુ છે.