Western Times News

Gujarati News

ચેમ્પિયન્સ ટ્રોફીના વિવાદમાં પાકિસ્તાની વડાપ્રધાનની એન્ટ્રી

લાહોર, ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ને લઈને સતત ઉથલપાથલ ચાલી રહી છે. ટૂર્નામેન્ટના આયોજનને લઈને સતત બેઠકો થઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો. આગામી વર્ષે ટૂર્નામેન્ટનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમ પાકિસ્તાન નથી જઈ રહી.

બીસીસીઆઈ હાઇબ્રિડ મોડલની માગ કરી રહ્યું છે. બીજી તરફ પીસીબી પાકિસ્તાનમાં જ સમગ્ર ટૂર્નામેન્ટનું આયોજન કરવા માગે છે. આ સમગ્ર મામલે હવે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફની એન્ટ્રી થઈ ચૂકી છે.

શહબાઝ શરીફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસિન નકવીને આગામી વર્ષ ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીના મુદ્દે ‘પૂર્ણ સમર્થન’નું આશ્વાસન આપ્યું છે. તેમણે ભારતના પાકિસ્તાનમાં મેગા ઇવેન્ટમાં રમવાના ઇન્કાર પર પીસીબી અધ્યક્ષના વલણના વખાણ કર્યા.

શરીફે કહ્યું કે, ‘દેશને આ મુદ્દાનો સામનો કરતા સમયે પોતાનું આત્મ-સન્માન બનાવી રાખવું જોઈએ.’ શરીફ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સંરક્ષક પણ છે.

નકવીને શરીફે જણાવ્યું હતું કે, ‘બધુ પૈસા અંગે નહીં અને પાકિસ્તાનને પોતાના આત્મસન્માન અને ગૌરવને પણ ધ્યાનમાં રાખતા આ મામલે લડવું જોઈએ. પ્રજાની ભાવનાઓને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.’ આઈસીસીના એક ટોચના સૂત્રના અનુસાર, રમત ગ્લોબલ ગવ‹નગ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવા માટે સામાન્ય સહમતિ પર પહોંચી ચૂકી છે.

ભારતને સિદ્ધાંતિક રીતે સહમત થતા પોતાના ભાગની મેચ દુબઈમાં રમવાની મંજૂરી મળી જશે. નકવીએ રવિવારે શરીફને પડદાં પાછળના ઘટનાક્રમ અંગે માહિતી આપી.નકવીએ કહ્યું કે, ‘ભારતના પાકિસ્તાનમાં રમવાના ઈન્કાર બાદ જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની વાત આવે છે તો પીસીબી દ્વારા અપનાવવામાં આવેલું વલણ પાકિસ્તાનવાસીઓની ભાવનાઓને દર્શાવે છે.’

સરકારના વધુ એક સૂત્રના જણાવ્યા અનુસાર, નકવીએ પાકિસ્તાનને આગામી નિર્ણય અંગે માહિતીગાર કરવા માટે સ્પષ્ટ રીતે ટુંકી સૂચના પર વડાપ્રધાન સાથે મુલાકાત કરી હતી, કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડ પીસીબી દ્વારા આઈસીસીના નિર્ણય ‘ફ્યૂઝન ફોર્મ્યૂલા’નો સ્વીકાર કરવા માટે તૈયાર નહતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.