રશ્મિકાએ વિજય દેવરકોન્ડાના પરિવાર સાથે ‘પુષ્પા ૨’ જોઈ
મુંબઈ, રશ્મિકા મંધાના અને વિજય દેવરકોન્ડાએ ક્યારેય આ વાતનો ખુલ્લેઆમ સ્વીકાર કર્યાે નથી પણ લગભગ હવે સાબિત થઈ જ ગયું છે કે તેઓ એક કપલ છે.
૫ ડિસેમ્બરે રીલિઝ થયેલી ‘પુષ્પા ૨’માં રશ્મિકા અલ્લુ અર્જુનની પત્નીનો રોલ કરે છે.તેના પર્ફાેમન્સને ચાહકોની અઢળક પ્રશંસા મળી છે જેના લીધે હાલમાં તે ખબરો અને અહેવાલોમાં છવાઈ ગઈ છે.આ દરમિયાન હૈદરાબાદમાં ‘પુષ્પા ૨’નાં સ્ક્રિનિંગ દરમિયાન રશ્મિકા વિજય દેવરકોન્ડાનાં પરિવાર સાથે જોવા મળી હતી.
સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી તસવીરમાં, રશ્મિકા વિજયની માતા અને ભાઈ આનંદ દેવરકોન્ડા સાથે જોવા છે. આ અગાઉ દિવાળી પર બંને સાથે હોવાની ચર્ચા હતી. સાથે જ વિજય દેવરકોંડા ‘પુષ્પા ૩ ધ રેમ્પેજ’માં વિલનની ભૂમિકા માટે ફાઈનલ થયો હોવાની પણ ચર્ચા પણ જામી છે.૨૦૧૮માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ગીત ગોવિંદમ’રશ્મિકા અને વિજયની એકબીજા સાથે પહેલી ફિલ્મ હતી.
જેના ‘યેન્તી યેન્તી’ સોન્ગથી આ કપલ વાયરલ થયું હતું. આ સિવાય તેમણે ‘ડીયર કોમરેડ’ ફિલ્મમાં પણ સાથે કામ કર્યું છે. શરૂઆતમાં તેમના કપલ હોવાની અફવા હતી.
પરંતુ,છેલ્લા કેટલાક સમયથી આ વાત સાચી હોવાનું અનુમાન છે. ચેન્નઈમાં થયેલા ‘પુષ્પા ૨’નાં પ્રી-રિલીઝ ઇવેન્ટમાં વિજય દેવરકોન્ડા હાજર રહ્યો હતો. ઈવેન્ટના હોસ્ટે રશ્મિકાને તે જેને પરણવા ઈચ્છે છે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી છે કે કેમ તેવું પૂછ્યું હતું. જેના જવાબમાં રશ્મિકાએ સ્માઈલ સાથે “બધાં તેના વિશે જાણે છે” તેવું કહ્યું હતું.
ભવિષ્યમાં રશ્મિકા રાહુલ રવિન્દ્રન દિગ્દર્શિત ‘ગર્લફ્રેન્ડ’ નામની ફિલ્મમાં જોવા મળશે. જેનું ટીઝર ‘પુષ્પા ૨’ જોવા જતાં દર્શકોને મોટા પડદા પર જોવા મળ્યું છે. અલબત્ત ટીઝર માટે બીજા કોઈ નહીં પણ વિજય દેવરકોન્ડાએ વોઈસઓવર આપ્યો છે.આ કપલનાં ચાહકો નવા અપડેટ માટે ઘણી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યાં છે.SS1MS