TVS NTORQએ ગોલ્ડન ક્વોડ્રીલેટરલ એડવેન્ચર સાથે નવો રેકોર્ડ સર્જ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/TVS-NTORQ-1024x683.jpg)
143 કલાકમાં 5818 કિલોમીટર આવરી લઈને અગાઉના 160 કલાકના રેકોર્ડની સરખામણીમાં 10% (17 કલાક) ઓછા સમયમાં નવો રેકોર્ડ સર્જાયો-ભારતના પ્રતિષ્ઠિત હાઈવે પર પર્ફોમન્સ અને મજબૂતીને પુનઃવ્યાખ્યાયિત કર્યા
બેંગલુરુ, TVS NTORQ આઇકોનિક ગોલ્ડન ક્વોડ્રીલેટરલ અભિયાનની સફળતાપૂર્વક પૂર્ણતાની ગર્વ સાથે જાહેરાત કરે છે, જેમાં અગાઉના રેકોર્ડની સરખામણીમાં 17 કલાક ઓછા લઈને નવો રેકોર્ડ સર્જવામાં આવ્યો છે. 143 કલાકમાં 5818 કિલોમીટરનું અંતર કાપીને, આ પ્રવાસે સ્કૂટરના અજોડ એન્જિનિયરિંગ, પ્રદર્શન અને પ્રતિરોધકતાને રજૂ કરી છે. ડાયનેમિક TVS રેસિંગની જોડી, સૈયદ આસિફ અલી અને શમીમ ખાને આ અવિશ્વસનીય સિદ્ધિની આગેવાની કરી તેમજ ભારતના સૌથી પ્રખ્યાત હાઇવે નેટવર્ક પર ઇતિહાસ રચ્યો.
દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ, કાનપુર, વારાણસી, ભુવનેશ્વર, વિજયવાડા અને વિઝાગ જેવા મુખ્ય શહેરોને જોડતા આ અભિયાનનો આરંભ 23 નવેમ્બર, 2024 ના રોજ મુંબઈમાં કરવામાં આવ્યો હતો. વિવિધ ભૂપ્રદેશો, ગતિશીલ હવામાન અને પડકારરૂપ પ્રદેશોને પાર કરીને, TVS NTORQએ સામાન્ય કરતાં લગભગ 10% વધુ સરેરાશ ઝડપ જાળવી રાખવાની તેની ક્ષમતા દર્શાવી હતી. આ નોંધપાત્ર સિદ્ધિ સ્કૂટરની અનુકૂલનક્ષમતા, ટકાઉપણું અને અદ્યતન નવીનતાને રેખાંકિત કરે છે.
આ સિદ્ધિ અંગે બોલતા, ટીવીએસ મોટર કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ – હેડ કોમ્યુટર બિઝનેસ અને હેડ કોર્પોરેટ બ્રાન્ડ એન્ડ મીડિયા શ્રી અનિરુદ્ધ હલ્દરે જણાવ્યું હતું કે, “ગોલ્ડન ક્વાડ્રીલેટરલની આ યાત્રા TVS NTORQની ક્ષમતાઓ અને સાહસિકતાના જુસ્સાને દર્શાવે છે. TVS રેસર્સ આ અભિયાનનું નેતૃત્વ કરી રહ્યા છે, ત્યારે TVS NTORQને રાઇડર્સ માટે સાચા અર્થમાં ગેમ-ચેન્જર કોણ બનાવે છે તે દર્શાવવા માટે અમે ઉત્સાહિત છીએ.
આ સિદ્ધિ માત્ર સ્કૂટરની અજોડ વિશ્વસનીયતા, પર્ફોમન્સ અને ડિઝાઇન પર જ ભાર નથી મૂકતી, પણ તેની સાથે આનંદદાયક અને બહુમુખી ગતિશીલતાના અનુભવો પ્રદાન કરવા માટે TVS મોટરની પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. ટીમે રેકોર્ડ સમયમાં સફળતાપૂર્વક ગોલ્ડન ક્વાડ્રીલેટરલ પૂર્ણ કરીને પર્ફોમન્સ માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. TVS NTORQ રાઇડર્સને નવી મર્યાદાઓ શોધવા માટે પ્રેરિત કરવા અને સશક્ત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.”
મજબૂત 124.8cc થ્રી-વાલ્વ એન્જિન દ્વારા સંચાલિત TVS NTORQ, 7,000 RPM પર 10.2 PS અને 5,500 RPM પર 10.9 Nm ટોર્ક પ્રદાન કરે છે. પરફોર્મન્સ ઉપરાંત, બ્લૂટૂથ કનેક્ટિવિટી, સંપૂર્ણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડ્યુઅલ રાઇડ મોડ્સ સહિતની તેની અદ્યતન સુવિધાઓ આજના રાઇડર્સ માટે વ્યવહારિકતા સાથેની અદ્યતન નવીનતાની ખાતરી આપે છે.
આ અભિયાન સહનશક્તિની કસોટી કરતાં વધુ છે, તે ગતિશીલતા અને નવીનતાની સીમાઓને આગળ વધારવા માટે TVS NTORQની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સંશોધકો અને ઉત્સાહીઓની નવી પેઢીને પ્રેરણા આપીને, ગોલ્ડન ક્વાડ્રીલેટરલ અભિયાન TVS NTORQ ને સાહસ, પર્ફોમન્સ અને સ્ટાઈલ માટેના અંતિમ ભાગીદાર તરીકે વધુ મજબૂત બનાવે છે.