હવે ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નથી
ICICIએ ઓટીપી આધારિત લોગ ઇન સુવિધા શરૂ કરી- ડિજિટલ બેકીંગના વ્યવહારમાં ૨૦૨૧ સુધીમાં ચાર ગણો વધારો થવાની શક્યતાઃ સુવિધાથી ગ્રાહકોને સરળતા રહેશે
અમદાવાદ, છેલ્લાં થોડાં વર્ષોમાં દેશમાં ડિજિટલ બેંકિંગમાં યુઝર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. સર્વોચ્ચ બેંક આરબીઆઈએ માર્ચ, ૨૦૧૯ સુધી ડિજિટલ વ્યવહારોમાં અસાધારણ વૃદ્ધિ રેકોર્ડ કરી છે અને વર્ષ ૨૦૨૧ સુધીમાં વોલ્યુમમમાં ચાર ગણો વધારો થવાનો મહ¥વાકાંક્ષી લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જા કે, જ્યારે વપરાશમાં વધારો જોવા મળ્યો છે, ત્યારે આપણામાંથી કેટલાંક હજુ પણ નાની લાગે એવી સમસ્યા અનુભવે છે, જે જરૂરિયાતનાં સમયે અવરોધરૂપ બની શકે છે.
આપણે ઘણી બધી ચીજવસ્તુઓ ભૂલી જઈએ છીએ, પણ તમારો ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ ભૂલી જવો અને એને રિસ્ટોર કરવામાં પડતી મુશ્કેલીને કારણે બેંકિંગના આ ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાથી નોંધપાત્ર સંખ્યામાં ગ્રાહકોને દૂર રાખ્યાં છે. આ સંજાગોમાં આઇસીઆઇસીઆઇ બેંક દ્વારા ઓટીપી આધારિત લોગ ઇન સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના કારણે હવે ગ્રાહકોને ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ યાદ રાખવાની જરૂર નહી પડે. વળી, તેનાથી ગ્રાહકોને બેંકિંગ વ્યવહારોમાં ઘણી સરળતા પણ રહેશે.
પાસવર્ડ ભૂલી જવાની પળોજણના કારણે ઘણાં ગ્રાહકો જરૂરિયાતનાં સમયે આવી સમસ્યા ઊભી ન થાય એ માટે એક કાગળમાં પાસવર્ડ લખી રાખે છે. એનાથી ગ્રાહકનાં બેંક એકાઉન્ટ પર નોંધપાત્ર જોખમ ઊભું થાય છે, કારણ કે જો કાગળ આડા હાથે મૂકાઈ જાય કે ગુમ થઈને ખોટાં હાથમાં આવી જાય, તો તમારું એકાઉન્ટ અસુરક્ષિત થઈ જાય છે. આઇસીઆઇસીઆઈ બેંકે આ સમસ્યા સમજી છે અને તાજેતરમાં એક સુવિધા પ્રસ્તુત કરી છે, જેનાથી એના ગ્રાહકો રાહતનો દમ લેશે, કારણ કે તેમને તેમનો ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ યાદ રાખવાની કે કાગળ પર લખીને સલામત જગ્યાએ રાખવાની જરૂર નહીં. વળી એનાથી ગોટાળો થવાનું જોખમ પણ ટળી જશે.
આ સુવિધા બેંકનાં ગ્રાહકોને તેમના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર, વન ટાઇમ પાસવર્ડ (ઓટીપી) અને તેમના ડેબિટ કાર્ડ પિનનો ઉપયોગ કરીને ઇન્ટરનેટ બેંકિંગ એકાઉન્ટમાં લોન ઇન થવા સક્ષમ બનાવે છે. આ પહેલ પર આઇસીઆઇસીઆઈ બેંકનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આઇસીઆઇસીઆઈ બેંક એના ગ્રાહકો માટે બેંકિંગને વધારે સુવિધાજનક અને સરળ બનાવવા એના ઉત્પાદનો અને સેવાઓ વધારવા હંમેશા ધ્યાન કેન્દ્રિત કરે છે.
આ ટેકનોલોજીને સુસંગત રીતે અમે અમારા ઇન્ટરનેટ બેંકિંગ ગ્રાહકો માટે વિશિષ્ટ ઓટીપી આધારિત લોગિન સુવિધા પ્રસ્તુત કરી છે. આ સર્વિસ શરૂ કરવા પાછળ અમારી એ માન્યતા જવાબદાર છે કે, ઇન્ટરનેટ બેંકિંગની લોગ ઇન પ્રક્રિયાને વધારે સરળ બનાવવાથી અમારા ગ્રાહકો વધારે સરળતાપૂર્વક, તાત્કાલિક થોડાં સ્ટેપને અનુસરીને ઇન્ટરનેટ બેંકિંગ સેવાઓનો લાભ લેવા સક્ષમ બનશે. આ પ્રયાસ અમને ઓટીપી આધારિત લોગિન સુવિધા પ્રસ્તુત કરવા તરફ દોરી ગયો છે, જે લોગિંગની પરંપરાગત પદ્ધતિ તરીકે સુરક્ષિત અને મજબૂત છે, કારણ કે એમાં ટૂ-ફેક્ટર ઓથેન્ટિફિકેશન પ્રક્રિયા સંકળાયેલી છે.