Western Times News

Gujarati News

ઈઝરાયેલી સેનાએ તક મળતાં જ સીરિયામાં ઘૂસણખોરી કરી

દમાસ્કસ, સીરિયામાં બળવાખોરોએ રાજધાની દમાસ્કસ પર કબજો જમાવી લેતાં, પ્રમુખ બશર અલ-અસદ દેશ છોડીને ભાગી ગયા હોવાના અહેવાલ છે. રશિયન મીડિયા અનુસાર અસદે મોસ્કોમાં શરણ મેળવ્યું છે. સીરિયન બળવાખોર દળોએ જણાવ્યું હતું કે દમાસ્કસ હવે જુલમી બશર અલ-અસદના શાસનથી મુક્ત થઈ ગયું છે અને સીરિયાના લોકો માટે એક નવા યુગનો ઉદય થયો છે.

દરમિયાનમાં, અસદ યુગનો અંત આવતાની સાથે જ ઈઝરાયેલે સીરિયા પર હુમલા કરવાનું શરૂ કરી દીધું છે.સમાચાર અનુસાર, ઇઝરાયલના સંરક્ષણમંત્રી ઇઝરાયેલ કાત્ઝે જાહેરાત કરી છે કે ઇઝરાયલી દળો સીરિયાના કબજા હેઠળના ગોલાન હાઇટ્‌સમાં બફર ઝોનમાં વધારાના પોઇન્સ કબજે કરી રહ્યાં છે.

કાત્ઝને ટાંકીને મીડિયાએ જણાવ્યું હતું કે રવિવારે રાત્રે ઇઝરાયેલી બફર ઝોનમાં વધારાના પોઈન્ટ કબજે કરવાનું ચાલુ રાખ્યું હતું. કાત્ઝે એમ પણ કહ્યું કે તેમણે ઇઝરાયેલી સૈન્યને ભારે વ્યૂહાત્મક શસ્ત્રો અને આતંકવાદી ઇન્ળાસ્ટ્રક્ચર કે જે ઇઝરાયેલ માટે ખતરો બની શકે છે તેમને મુક્ત સુરક્ષા ઝોન બનાવવાની સૂચના આપી હતી.

એક નિવેદનમાં, ઇઝરાયેલે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ઇરાનથી લેબનોન અને સીરિયા દ્વારા સરહદ પાર કરીને શસ્ત્રોની દાણચોરી કરવાના માર્ગના નવીકરણને નિષ્ફળ બનાવવાનો હતો.વિદ્રોહીઓ દ્વારા સીરિયા પર કબજો કર્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા છે.

મીડિયા એજન્સીના અહેવાલ મુજબ, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અસદ અને તેના પરિવારને રાજકીય આશ્રય આપ્યો છે. જ્યારે અમેરિકાએ સીરિયામાં અસદ સરકારના પતનનું સ્વાગત કર્યું છે.

દરમિયાનમાં, રશિયાની સરકારી સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સીરિયન એમ્બેસી પરથી અધિકારીઓએ સીરિયાનો ધ્વજ ઉતારી લીધો છે અને વિદ્રોહીઓનો ધ્વજ ફરકાવ્યો છે. પેસ્કોવે કહ્યું હતું કે અસદને ક્યાં રાખવામાં આવ્યા છે તેની માહિતી ગુપ્ત રખાઈ છે.

દરમિયાનમાં ન્યૂઝ એજન્સીએ દાવો કર્યાે છે કે બળવાખોરોએ તુર્કીને છ મહિના અગાઉથી જ જાણ કરી દીધી હતી કે તેઓ અસદને ઉથલાવવાના છે.સીરિયન પ્રમુખ અલ-અસદે દેશ છોડ્યા પછી, બળવાખોરોને તેમના મહેલની નજીકના ગેરેજમાં ૪૦થી વધુ મોંઘા વાહનોનો સંગ્રહ મળ્યો છે. જેમાં મર્સિડીઝ, પોર્શે, ઓડી, ફેરારી, લેમ્બોર્ગિની, રોલ્સ રોયસ અને બેન્ટલી જેવી મોંઘી કારો છે.

આ ઉપરાંત આ સંગ્રહમાં બાઈક અને બખ્તરબંધ ટ્રકો પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો ફૂટેજમાં લાલ રંગની ફરારી એફ૫૦ પણ જોવા મળી રહી છે. તેની કિંમત ૨૫ કરોડથી વધુ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.