સ્નાતક-અનુસ્નાતક માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ફેરફાર કરાશે
મુંબઈ, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી) દ્વારા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ(સીયુઈટી)માં ૨૦૨૫થી નિષ્ણાતોની પેનલની સમીક્ષા પછી કેટલાક ફેરફાર થશે તેમ યુજીસીના ચેરમેન જગદીશ કુમારે જણાવ્યું છે.
યુજીસીએ સીયુઈટી-યુજી અને પીજીના સંચાલનની સમીક્ષા માટે નિષ્ણાતોની સમિતિની રચના કરી છે. યુજીસીના ચેરમેને કહ્યું કે ગત વર્ષાેના અભિપ્રાયોના આધાર પર, સીયુઈટી આપનાર વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ, વધુ કુશળ અને અનુકૂળ વાતાવરણ પ્રદાન કરવા માટે પરીક્ષા પ્રક્રિયામાં નિરંતર સુધારા કરવા પણ જરુરી છે.
આ ઉમદા હેતુથી, યુજીસીએ ૨૦૨૫ માટે સીયુઈટી-યુજી અને સીયુઈટી-પીજીના સંચાલનની સમીક્ષા માટે એક નિષ્ણાતોની સમિતિની રચના કરી છે.
આ સમિતિએ પરીક્ષા સંબંધિત વિવિધ બાબતો, તેનું માળખું અને પેપરોની સંખ્યા, ટેસ્ટ પેપરોનો સમયગાળો, અભ્યાસક્રમના મુદ્દાઓ અને સંચાલન સહિતની બાબતોની તપાસ કરી છે. યુજીસીએ વધુમાં કહ્યું કે તાજેતરમાં યોજાયેલી બેઠકોમાં સમિતિની ભલામણો પર વિચારણા કરાશે. યુજીસીના ચેરમેને એમ પણ કહ્યું કે, યુજીસી ટૂંક સમયમાં જ આ માટે એક ડ્રાફ્ટ જાહેર કરશે.SS1MS