મમતાનો બાંગ્લાદેશને જવાબ ‘શું અમે બેસીને લોલીપોપ ખાઈશું?’
કોલકાતા, મમતા બેનર્જીએ સોમવારે બાંગ્લાદેશી નેતાઓના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી જેમાં તેઓએ કહ્યું હતું કે બંગાળ, બિહાર અને ઓડિશા પર બાંગ્લાદેશનો અધિકાર છે.
મમતાએ તેમના આ નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે તમને શું લાગે છે, જો તમે અમારી જમીન પર કબજો કરવાનો પ્રયાસ કરશો અને અમે લોલીપોપ ખાતા રહીશું?પશ્ચિમ બંગાળ વિધાનસભાને સંબોધિત કરતી વખતે મમતાએ લોકોને અપીલ કરી કે તેઓ બાંગ્લાદેશમાં થઈ રહેલા નિવેદનોથી પરેશાન ન થાય.
તેમણે જનતાને ખાતરી આપી કે પશ્ચિમ બંગાળ હંમેશા કેન્દ્રના નિર્ણયને સમર્થન આપશે. મમતાએ લોકોને શાંત રહેવા, સ્વસ્થ રહેવા અને માનસિક શાંતિ જાળવી રાખવા કહ્યું હતું.બાંગ્લાદેશી નેતાએ કહ્યું હતું – ભારત બાંગ્લાદેશને નુકસાન પહોંચાડી રહ્યું છે.
રૂહુલ કબીર રિઝવીએ રવિવારે એક જાહેરસભામાં કહ્યું હતું કે ભારત દરેક પગલા પર બાંગ્લાદેશને નુકસાન પહોંચાડી શકે છે. તેમને બાંગ્લાદેશના લોકો પસંદ નથી એટલે તેમણે શેખ હસીનાને આશરો આપ્યો છે. ભારત કોઈની સાથે મિત્રતા નથી કરી શકે તેમ નથી. તેમણે કહ્યું હતું કે જો ભારત ચિટાગાંવ માંગશે તો અમે બંગાળ, બિહાર અને ઓડિશા પરત લઈ લઈશું. ભારતમાં ખૂબ જ કોમવાદ છે.
હકીકતમાં, શેખ હસીનાએ દિલ્હીના આશીર્વાદથી જ ૧૬ વર્ષ સુધી બાંગ્લાદેશ પર શાસન કર્યું હતું. મમતાએ વધુમાં કહ્યું હતું કે મીડિયાએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. મમતાએ પોતાના રાજકીય વિરોધીઓ સહિત તમામ લોકોને એવું કંઈ ન કરવાની અપીલ કરી છે જેનાથી સ્થિતિ ખરાબ થઈ શકે.
તેમણે બાંગ્લાદેશની સ્થિતિ પર ટિપ્પણી કરતી વખતે મીડિયા હાઉસને જવાબદારીપૂર્વક વર્તન કરવા માટે પણ જણાવ્યું હતું.મમતાએ કટાક્ષ કરતા લોકોને કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ નથી, જ્યાં અમે તમારા ટેલિકાસ્ટ પર પ્રતિબંધ લગાવી દઈશું.
પરંતુ તમારે સૌએ પશ્ચિમ બંગાળ અને તેના લોકોના હિતોને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ. જો બાંગ્લાદેશમાં સ્થિતિ વધુ ખરાબ થશે તો ત્યાં રહેતા આપણા સંબંધીઓ અને મિત્રોને ચોક્કસ અસર થશે. તેથી ત્યાંનાં વિશે કંઈપણ કહેતા પહેલા સંયમ રાખો.SS1MS