Western Times News

Gujarati News

અચાનક બેભાન થયા બાદ મોત નિપજવાના 6 દિવસમાં 24 કેસ સુરતમાં

પ્રતિકાત્મક

સુરતમાં ૬ દિવસમાં યુવતિ સહિત ર૪ યુવાનોનાં અચાનક મોત

સુરત, શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા ૬ દિવસમાં શહેરમાં ર૪ જેટલા વ્યક્તિઓના અચાનક મોત નિપજ્યા હતા. આ મૃત્યુમાં લોકોને છાતીમાં દુઃખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ મૃતકોમાં ર૦થી લઈને ૪પ વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થતો હોવાનું જાણવા મળ્યું હતું.

જો કે, આ મૃત્યુનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી પરંતુ ડૉક્ટરોનું કહેવું છે કે, હાર્ટ એટેક જેવી ઘટનાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, માનસિક તણાવ, અસ્વસ્થ જીવનશૈલી, સ્થૂળતા અને દારૂ તેમજ તમાકુના વધુ પડતા સેવનને કારણે થઈ શકે છે.

ખાસ કરીને યુવાવસ્થામાં સ્ટ્રેસ અને ખાવાની ખરાબ આદતોથી હૃદયરોગ થઈ શકે છે. આ સિવાય વધતું પ્રદૂષણ, ખરાબ હવાની ગુણવત્તા અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ આ સમસ્યા માટે મુખ્ય પરિબળ હોઈ શકે છે.

જાણવા મળતી માહિતી મુજબ પુણામાં કલ્યાણનગર સામે ઝૂપડપટ્ટીમાં રહેતી રપ વર્ષીય યુવતીની સવારે ઘરમાં અચાનક તબિયત બગડતા ઢળી પડતા બેભાન થઈ ગઈ હતી જેથી તેને સારવાર માટે ૧૦૮માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

સચીનમાં હોજીવાલા ઈન્ડસ્ટ્રીયલમાં ટી.એફ.ઓ ખાતામાં રહેતે અને ત્યાં કામ કરતો ૩ર વર્ષીય વિમલેશકુમાર પાલ બપોરે કામ કરીને જમવા માટે રૂમમાં ગયો હતો. ત્યાં સ્નાન કરીને જમવાની તૈયારી કરતો હતો તે સમયે અચાનક તબિયત બગડતા ઢળી પડયો હતો જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

ડીંડોલીમાં નવા ગામમાં મોદી સ્ટ્રીટમાં રહેતા ૪પ વર્ષના રમેશભાઈ રાઠોડ શનિવારે સવારે લિંબાયતમાં દુભાર્લ ખાતે એસ.કે.નગરમાં પગપાળો પસાર થતો હતો ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે ૧૦૮ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ ધસીને તેના સ્ટાફે મૃત જાહેર જાહેર કર્યો હતો.

યુપીનો વતની શિવમ મહિના પહેલાં રોજગારીની શોધમાં પત્ની સાથે સુરત આવીને ડિંડોલી માર્ક પોઈન્ટ પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો તે ડાઈંગ મિલમાં નોકરી કરીને પ રિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે બપોરે શિવિમ ઘરમાં આરામ કરવા માટે સૂઈ ગયો હતો. ત્યારબાદ પત્ની શીતલે તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ઉઠયો ન હતો જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.