કેજીએફ ફૅમ યશ અને શાહરૂખ ખાન સાથે ફિલ્મ કરી રહ્યા છે?
મુંબઈ, ‘કેજીએફ ચેપ્ટર ૧’ આવી અને સમગ્ર દેશમાં હિટ રહી ત્યારથી યશ પેન ઇન્ડિયા સુપર સ્ટાર બની ગયો છે. જ્યારે શાહરૂખ આજે પણ બોલિવૂડનો બાદશાહ ગણાય છે.
આ બંનેએ અવારનવાર એકબીજા સાથે કારવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે. પરંતુ હજુ સુધી કોઈ તરફથી તેઓ સાથે ફિલ્મ કરવાના હોવાની ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થઈ નથી. કેટલાંક એવા અહેવાલો છે કે તાજેતરમાં યશ મુંબઈમાં હતો, તેથી તેને ત્યાં જોનાર દરેકના મનમાં તેની હાજરી અંગે ઉત્સુકતા અને પ્રશ્નો હતા.
ત્યારે કેટલાંક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે યશ મુંબઈ પહોંચીને તરત શાહરૂખ ખાનને તેના ઘેર મન્નતમાં મળવા માટે ગયો હતો. તેથી ઘણા લોકો એવું માને છે કે યશ અને શાહરૂખ કોઈ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા હોઈ શકે.
એવું પણ બની શકે કે યશની કોઈ ફિલ્મમાં આપણને શાહરૂખનો કેમિયો જોવા મળી શકે. આ પ્રકારની અટકળોથી શાહરૂખ અને યશના ફૅન્સ ઘણા ઉત્સાહમાં છે, જો આ બંને કલાકારો એક ફિલ્મમાં જોવા મળે તો ભારતીય સિનેમાનો એક નવો યુગ શરૂ થઈ શકે એવું તેઓ માને છે.
તેનાથી પ્રાદેશિક અને મુખ્ય પ્રવાહના સિનેમા વચ્ચેની ભેદરેખા પણ ભૂંસાઈ જશે. શાહરૂખે અગાઉ સાઉથના ડાયરેક્ટર એટલી સાથ ેહિટ ફિલ્મ આપેલી છે. સાઉથના રોકિંગ સ્ટાર યશ સાથેનું કનેક્શન પણ સફળતાનું પુનરાવર્તન કરાવી શકે છે.SS1MS