‘દરેક પ્રેમી વિલન છે’, સામે આવ્યું ‘બાઘી ૪’નું નવું પોસ્ટર
મુંબઈ, એક્શન થ્રિલર ‘બાઘી’ ફ્રેન્ચાઈઝીની આગામી ફિલ્મની જાહેરાત થોડા દિવસો પહેલા કરવામાં આવી હતી. હવે વિલનનો ચહેરો પણ સામે આવ્યો છે. સિનેમા જગતનો અસલી ‘ખલનાયક’ સંજય દત્ત સાજિદ નડિયાદવાલાની ‘બાઘી ૪’માં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે.
અભિનેતાનું પહેલું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે.આ પણ વાંચોઃ ‘પુષ્પરાજ’નો છવાયો જાદુ, રવિવારે રૂપિયાનો થયો વરસાદ, જાણો ચોથા દિવસે ફિલ્મે કેટલી કરી કમાણીગયા મહિને, ટાઈગર શ્રોફની આગામી ફિલ્મ ‘બાઘી ૪’ની જાહેરાત કરવામાં આવી હતી.
એક્ટરના ખૂંખાર લુકની સાથે, આ ફિલ્મ થિયેટરમાં ક્યારે રિલીઝ થઈ રહી છે તે પણ જાહેર કરવામાં આવ્યું હતું. હવે મેકર્સે વધુ એક સરપ્રાઈઝ આપીને ફેન્સને ચોંકાવી દીધા છે.
કારણ કે ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રી થઈ છે.ટાઈગર શ્રોફ અને સાજિદ નડિયાદવાલાએ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ‘બાઘી ૪’ના વિલનના નામ પરથી પડદો ઉઠાવ્યો છે. તેમણે સંજય દત્તનું એક અદ્ભુત પોસ્ટર શેર કર્યું છે, જેમાં એક્ટરનો લૂક જોઈને કોઈ પણ દંગ રહી જશે.
આ પોસ્ટરમાં એક્ટર વિકરાળ લુકમાં જોવા મળી રહ્યો છે. એક છોકરીની ડેડ બોડીને પકડીને ખુરશી પર બેઠેલો, લોહીથી લથપથ સંજય દત્ત ચીસ પાડી રહ્યો છે.આ પોસ્ટરની ઉપર લખવામાં આવ્યું છે કે, ‘દરેક પ્રેમી વિલન છે’. આ પોસ્ટર અને કેપ્શન પરથી લાગે છે કે એક્ટર પોતાનો પ્રેમ ગુમાવીને વિલન બની જાય છે. આ ફિલ્મમાં સંજય દત્તની એન્ટ્રીએ દર્શકોને ઉત્સાહિત કર્યા છે.
એક યુઝરે લખ્યુંઃ “વાહ, શક્તિશાળી.” એક યુઝરે આ ફિલ્મને બ્લોકબસ્ટર જાહેર કરી દીધી છે. એક યુઝરે સંજય દત્તને ખલનાયકના રોલમાં નક્કર પાત્ર ગણાવ્યું છે. અન્ય યુઝર્સે પણ ફાયર અને હાર્ટ ઈમોજીસ સાથે ‘બાઘી ૪’ના નવા વિલનને પસંદ કરી રહ્યા છે.
સાજિદ નડિયાદવાલા દ્વારા નિર્મિત, ‘બાઘી ૪’નું નિર્દેશન એ. હર્ષ કરી રહ્યો છે. ‘બાઘી’ ળેન્ચાઈઝીની આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મ ૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં આવશે. અત્યાર સુધી માત્ર ટાઈગર અને સંજયના લુક જ સામે આવ્યા છે. ફિલ્મની હિરોઈનને લઈને હજુ પણ સસ્પેન્સ છે.SS1MS