ડાંગમાં ૮.ર, નલિયામાં ૬.૪ ડિગ્રી, દાહોદમાં ૯.પ ડિગ્રી ઠંડી નોંધાઈ
(એજન્સી)અમદાવાદ, શિયાળાની મોડી શરૂઆત બાદ આખરે ગઈકાલથી રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડીએ પ્રવેશ કર્યો હતો અને સમી સાંજથી જ લોકોને ઘરમાં પૂરાઈ રહેવાની ફરજ પડી હતી. આજે સવારે તો ઠંડીએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં રીતસર ભુક્કા બોલાવી દીધા છે અને મોટાભાગના શહેરોનું લઘુત્તમ તાપમાન ગગડી ગયું છે.
ખાસ કરીને કચ્છના નલિયા શહેરમાં તો સિઝનનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાતા નાલિયાવાસીઓ તોબા પોકારી ગયા હતા. નલિયામાં આજે સવારે ૬.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું જે સામાન્ય કરતાં લગભગ ત્રણ ડિગ્રી સેÂલ્સયસ જેટલું ઓછું છે.
ગુજરાતભર હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરી રહી છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ૧૪ ડિગ્રીથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું છે. ગઈકાલે આ સિઝનમાં પહેલી વાર નલિયામાં ૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ અને નિષ્ણાંતોએ ગુજરાતમાં ઠંડી વધવાની પણ આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ગુજરાતમાં પણ ઠંડી વધવાની શક્યતા છે.
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ધીરે ધીરે ત્રણ દિવસમાં બે ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે. ત્યારબાદ હવામાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર નહીં થાય તેવી શક્યતા છે.
આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં શીતલહેર (કોલ્ડવેવ)ની સ્થિતિ પ્રવર્તે તેવી પ્રબળ સંભાવના છે. આજે સવારે હવામાન વિભાગની આ આગાહી જાણે સાચી પડી હોય એ રીતે નલિયામાં ૬.૪ ડિગ્રી, જ્યારે ભાવનગરમાં ૧૪.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી.
હવામાન નિષ્ણાંતોની આગાહી અનુસાર હવે પવનની ગતિમાં અને ઠંડીમાં ધીમે ધીમે વધારો નોંધાઈ શકે છે. પવનની ઝડપથી વધીને ૧૪થી લઈને ર૦ કિ.મી. પ્રતિકલાક થશે. આ પવનની ઝડપ એક અઠવાડિયા સુધી જાવા મળી શકે છે.
આ સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં લઘુતમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી પણ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાઈ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. જો કે, ઉત્તર ગુજરાત ઉપરાંતના કેટલાક ભાગોમાં પણ તીવ્ર ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે.
રાજ્યભરમાં ૧પ ડિસેમ્બર સુધી ઠંડીનો રાઉન્ડ જોવા મળી શકે છે. અમદાવાદીઓ પણ છેલ્લા બે દિવસથી વહેલી સવારે અને સાંજે કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. અમદાવાદમાં આજે સવારે ૧૩.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગઈકાલે દિવસભરનું તાપમાન નીચું ગયું હતું. જેના કારણે બપોરે પણ લોકોએ તીવ્ર ઠંડીનો અનુભવ કર્યો હતો. ગઈકાલે શહેરનું મહત્તમ તાપમાન ર૭.૭ ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી જેટલું ઓછું હતું.
સ્થાનિક હવામાન વિભાગની આગાહી અનુસાર આ આખું અઠવાડિયું એટલે કે ૧૬ ડિસેમ્બર સુધી શહેરનું લઘુતમ તાપમાન ૧રથી ૧૩ ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન પણ ર૯ ડિગ્રીની આસપાસ રહેશે. સ્થાનિક હવામાન વિભાગના આજે સવારે જારી કરવામાં આવેલા વેધર રિપોર્ટ અનુસાર અમરેલીમાં ૧૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
વડોદરામાં ૧૦.ર ડિગ્રી, ભૂજમાં ૧૧.૪ ડિગ્રી, દાહોદમાં ૯.પ ડિગ્રી, ડાંગમાં ૮.ર ડિગ્રી, ડીસામાં ૧૦.૩, દ્વારકામાં ૧પ.૬ ડિગ્રી, જામનગરમાં ૧પ.૩ ડિગ્રી, કંડલામાં ૧૪.પ ડિગ્રી, ઓખામાં ર૦.પ ડિગ્રી, પોરબંદરમાં ૧૪.પ ડિગ્રી, રાજકોટમાં ૧૧.૩ ડિગ્રી, સુરતમાં ૧૪.ર ડિગ્રી અને વેરાવળમાં ૧પ.૭ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.