Western Times News

Gujarati News

2030 સુધીમાં 80 અબજ ડોલરની ભારતમાંથી નિકાસો સક્ષમ કરવાની એમેઝોનની યોજના

સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટેની તેની પ્રતિબદ્ધતા મજબૂત બનાવી

  • એમેઝોનના સંભવ વેન્ચર ફંડે ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા અને હજારો નોકરીઓ ઊભી કરવા માટે સરકારની મુખ્ય પ્રાથમિકતાને વેગ આપવા માટે ડીપીઆઈઆઈટી સાથે એમઓયુ કર્યો. મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સમાં 120 મિલિયન ડોલરના રોકાણની યોજના
  • એમેઝોન તેની નિકાસ પ્રતિબદ્ધતાને ચાર ગણી વધારે છે, 2030 સુધીમાં ભારતથી કુલ 80 અબજ ડોલરની નિકાસો સક્ષમ કરશે
  • એમેઝોન સમગ્ર ભારતમાં બિઝનેસીસમાં તેની વિશ્વ કક્ષાની, વિશ્વસનીય અને પોસાય તેવા દરની લોજિસ્ટિક્સ સર્વિસીઝ ઓફર કરે છે. મીડલ માઇલ અને લાસ્ટ માઇલ સર્વિસીઝ માટે એમેઝોન ફ્રેઇટ અને એમેઝોન શિપિંગ લોન્ચ કરી
  • આ નવી પહેલ નાના વ્યવસાયોને સશક્ત બનાવવા, નિકાસો વધારવા અને નોકરીઓ સર્જવા માટેની એમેઝોનની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનો ભાગ છે

નવી દિલ્હી10 ડિસેમ્બર2024 – પોતાની વાર્ષિક સંભવ સમિટની પાંચમી એડિશનમાં એમેઝોને વિકસિત ભારત માટે તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવતી શ્રેણીબદ્ધ પહેલની જાહેરાત કરી છે. સંભવ સમિટએ ભારતના નાના વ્યવસાયોની ઊજવણી કરવા, સપોર્ટ કરવા અને સશક્ત બનાવવા માટે એમેઝોનના પ્રયાસોનો ભાગ છે જેનું લક્ષ્ય સમગ્ર ભારત અને વિશ્વમાં તેમના વિકાસને વેગ આપવાનો છે. At the fifth edition of its Smbhav Summit, Amazon strengthens its commitment to ‘Viksit Bharat’.

આના ભાગરૂપે એમેઝોને ભારતને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત કરવાની સરકારની મુખ્ય પ્રાથમિકતાને વેગ આપવા માટે ડીપીઆઈઆઈટી સાથે એમઓયુ કર્યો છે. એમેઝોને ભારતમાં કન્ઝ્યુમર ગુડ્સ મેન્યુફેક્ચરિંગને ડિજિટાઇઝ કરે અને સ્થાનિક તથા વૈશ્વિક માંગ સંતોષીને હજારો નોકરીઓનું સર્જન કરે તેવા સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે તેના સંભવ વેન્ચર ફંડથી 120 મિલિયન ડોલરની ફાળવણી કરી છે. એમેઝોન તેની નિકાસ પ્રતિબદ્ધતાને પણ ચાર ગણી વધારી રહી છે અને 2030 સુધીમાં કુલ 80 અબજ ડોલરની નિકાસો સક્ષમ કરવાની યોજના ધરાવે છે.

ભારતીય એમએસએમઈ, ઉત્પાદકો અને ડીટુસી સ્ટાર્ટઅપ્સ તેમજ એમેઝોન ગ્લોબલ માર્કેટપ્લેસીસ પર વેચાનાર મેડ ઈન ઈન્ડિયા પ્રોડક્ટ્સ મેળવવા માટે એમેઝોનના ગ્લોબલ સેલિંગ પ્રોગ્રામ થકી નિકાસો સક્ષમ બનાવવાના મિશ્રણ સાથે આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ થશે. એમેઝોન હોમ એન્ડ કિચન પ્રોડક્ટ્સ, એપરલ એન્ડ ટેક્સટાઇલ્સ, ટોય્ઝ, હેલ્થ એન્ડ ન્યૂટ્રીશનલ સપ્લીમેન્ટ્સ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ વગેરે સહિત વિવિધ સેક્ટર્સની નિકાસો સક્ષમ બનાવવાનું ચાલુ રાખશે.

આ ઉપરાંત એમેઝોન સમગ્ર ભારતમાં વ્યવસાયોને તેની વિશ્વ સ્તરની, વિશ્વસનીય અને પોસાય તેવા દરની લોજિસ્ટિક્સ સર્વિસીઝ હવે પૂરી પાડશે. કંપનીએ વિવિધ ક્ષમતા જરૂરિયાતો સમાવવા માટે 5 ફૂટથી 40 ફૂટના વિવિધ ફુલ ટ્રકલોડ વિકલ્પો સાથે દેશભરમાં ઇન્ટ્રા-સિટી અને ઇન્ટર-સિટી ટ્રાન્સપોર્ટેશન સર્વિસીઝ માટે એમેઝોન ફ્રેઇટ શરૂ કરી છે. આ ઉપરાંત વચન મુજબની ડિલિવરી તારીખો અને પિક અપ અનુભવો સાથે 14,000થી વધુ પિન કોડ્સને આવરી લેતી લાસ્ટ-માઇલ ડિલિવરી સર્વિસીઝ માટે એમેઝોન શિપિંગ પણ લોન્ચ કરવામાં આવી છે.

એમેઝોન સંભવ 2024 ખાતે ભારત સરકારના માર્ગ પરિવહન, ટ્રાન્સપોર્ટ અને હાઇવે બાબતોના માનનીય કેન્દ્રીય પ્રધાન શ્રી નીતિન જયરામ ગડકરીએ જણાવ્યું હતું કે “વિકસિત ભારતના સરકારના વિઝનને સાકાર કરવા માટે તમામ હિતધારકોનું સક્રિય યોગદાન મળવું જરૂરી છે. ઉત્પાદન, એઆઈ અને નિકાસોમાં એમેઝોનની પહેલ ખરેખર પ્રશંસનીય છે. સમગ્ર ભારતમાં તેની લોજિસ્ટિક્સ નિપુણતાનો લાભ લેવા અને શહેરી કેન્દ્રોથી માંડીને ગ્રામીણ વિસ્તારોમાં વ્યવસાયોને સશક્ત બનાવવાના એમેઝોનના પ્રયાસોની અમે સરાહના કરીએ છીએ. ખાનગી ક્ષેત્રના આવા સહયોગાત્મક પ્રયાસો નવીનતા લાવવા, નિકાસો વધારવા અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે મહત્વના છે જેનાથી ગ્લોબલ ઇકોનોમિક પાવરહાઉસ બનવા તરફની ભારતની સફરને વેગ મળે છે.”

એમેઝોન ખાતે ઇમર્જિંગ માર્કેટ્સના સિનિયર વીપી અમિત અગરવાલે જણાવ્યું હતું કે “હું ભારતમાં એમેઝોન માટે આગળ રહેલી તકો વિશે ખૂબ જ ઉત્સાહિત છું. વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક તરીકે ભારત એ એમેઝોન માટેનું મુખ્ય બજાર છે અને અમે જેના પર ધ્યાન આપી રહ્યા છીએ તે ક્ષેત્રો નાના વ્યવસાયોને ડિજિટાઇઝ કરવા, નિકાસો વધારવા અને નોકરીઓ ઊભી કરવાના સરકારના વિઝન તથા પ્રાથમિકતા સાથે સંલગ્ન છે. અમે આ ચાવીરૂપ ક્ષેત્રોમાં રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ અને ભારતના આર્થિક વિકાસમાં અને માનનીય વડા પ્રધાનના વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપવા માટે આતુર છીએ.”

એમેઝોન તેના વચનો પૂરા કરવાના માર્ગ પર એમેઝોને 10 મિલિયન એમએસએમઇને ડિજિટાઇઝ કરવાનું અને ભારતમાંથી 20 અબજ ડોલરની કુલ નિકાસ અને 2025 સુધીમાં ભારતમાં 2 મિલિયન નોકરીઓનું સર્જન કરવાનું વચન આપ્યું હતું. કંપની આ વચનોને પૂર્ણ કરવા માટેના માર્ગ પર છે. હકીકતમાં, એમેઝોને હવે તેની નિકાસ પ્રતિજ્ઞાને ચાર ગણી વધારી છે અને 2030 સુધીમાં 80 અબજ ડોલરની કુલ નિકાસને સક્ષમ કરવાની યોજના ધરાવે છે.

એમેઝોન ઈન્ડિયાના કન્ટ્રી મેનેજર સમીર કુમારે જણાવ્યું હતું કે, “અમે 2020માં પ્રારંભિક સંભવ સમિટમાં જે વચનો જાહેર કર્યા હતા તેના માટે અમે છેલ્લા ચાર વર્ષોમાં નોંધપાત્ર સમય અને પ્રયત્નોનું રોકાણ કર્યું છે. અમે નમ્રતાપૂર્વક જણાવવા માંગીએ છીએ કે અમે 10 મિલિયન વ્યવસાયોના ડિજિટલાઈઝેશનના અમારા સંકલ્પને એક વર્ષ પહેલા જ પૂર્ણ કર્યો છે અને 12 મિલિયનથી વધુ નાના વ્યવસાયોને ડિજિટલ અર્થતંત્રનો ભાગ બનવા સક્ષમ બનાવ્યા છે. અમે કુલ નિકાસમાં લગભગ 13 અબજ ડોલર સક્ષમ કર્યા છે અને ભારતમાં લગભગ 1.4 મિલિયન પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરીઓનું સર્જન કર્યું છે.”

મેન્યુફેક્ચરિંગ અને એઆઈ સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એમેઝોનનું સંભવ વેન્ચર ફંડ

2021માં શરૂ કરાયેલું આ ફંડ ડિજિટલ ઈન્ડિયાની સંભાવનાને ખોલવાના હેતુથી ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે. ફંડ હવે તેના હાલના અગ્રતા ક્ષેત્રો ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે તેના ફોકસ ક્ષેત્રોને વિસ્તૃત કરી રહ્યું છે. આ જાહેરાત એમેઝોન સંભવ વેન્ચર ફંડના 350 મિલિયન ડોલરના ફંડમાં વિસ્તરણને પણ દર્શાવે છે.

એમેઝોન 2030 સુધીમાં 80 અબજ ડોલરની કુલ નિકાસને સક્ષમ કરશે, “મેડ ઇન ઈન્ડિયા ગ્લોબલ બ્રાન્ડ્સ” બનાવવામાં મદદ કરે છે

એમેઝોને 2030 સુધીમાં 80 અબજ ડોલરથી વધુની કુલ નિકાસને સક્ષમ કરવાની યોજના જાહેર કરીને ભારતમાંથી નિકાસ વધારવાની તેની પ્રતિબદ્ધતાને નોંધપાત્ર રીતે વિસ્તારી છે. કંપનીએ 2025 સુધીમાં 20 અબજ ડોલરની નિકાસનું શરૂઆતમાં વચન આપ્યું હતું તેમાં ભારતમાંથી ઇ-કોમર્સની નિકાસમાં આ મહત્વાકાંક્ષી લક્ષ્ય નોંધપાત્ર વધારો, મજબૂત પ્રગતિ અને વધતી સંભવિતતા દર્શાવે છે.

આ ધ્યેય હાંસલ કરવા માટે એમેઝોન સરકાર, લાખો ભારતીય નાના ઉદ્યોગો અને ડીટુસી બ્રાન્ડ્સ અને અન્ય મુખ્ય હિતધારકો સાથે ઘનિષ્ઠફણે સહયોગ કરી રહી છે. કંપની સમગ્ર ભારતમાં એમએસએમઈ નિકાસને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે એક્સપોર્ટ હબ પહેલ તરીકે જિલ્લાઓનો લાભ લેવા માટે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) સાથે કામ કરી રહી છે. આ વિસ્તૃત નિકાસ લક્ષ્ય એમએસએમઈ નિકાસ વધારવાની સરકારની પ્રાથમિકતા સાથે સંલગ્ન છે. આ પ્રયાસો દ્વારા એમેઝોન ભારતના નાના અને મધ્યમ વ્યવસાયોને ટેકો આપવા, તેમને સીમાઓથી આગળ વધવામાં મદદ કરવા અને દેશના આર્થિક વિકાસ તથા રોજગાર સર્જનમાં નિર્ણાયક ભૂમિકા ભજવવા માટે તેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

એમેઝોન તેની લોજિસ્ટિક્સ સર્વિસીઝ સમગ્ર ભારતમાં વ્યવસાયો સુધી વિસ્તરે છે

છેલ્લા એક દાયકામાં એમેઝોને ભારતના વૈવિધ્યસભર બજારને અનુરૂપ વિશ્વ કક્ષાનું લોજિસ્ટિક્સ નેટવર્ક બનાવ્યું છે. આ નેટવર્ક અનન્ય સ્થાનિક પડકારોનો સામનો કરતા નાના ગામડાંથી માંડીને હવે મોટા શહેરો સુધી પહોંચે છે. એમેઝોન શિપિંગ અને એમેઝોન ફ્રેઈટ સાથે, એમેઝોન હવે ભારતભરના વ્યવસાયોને તેની લોજિસ્ટિક્સ કુશળતા ઓફર કરે છે. આ સર્વિસીઝ તમામ કદની કંપનીઓ માટે સ્પષ્ટ કિંમત અને સરળ એકીકરણ પૂરા પાડે છે અને બીટુબી અને બીટુસી કામગીરી માટે સુવ્યવસ્થિત લોજિસ્ટિક્સ પ્રદાન કરે છે. તેના પરીક્ષણ કરેલા અને સાબિત થયેલા લોજિસ્ટિક્સ સોલ્યુશન્સનો વિસ્તાર કરીને, એમેઝોન ભારતના ઝડપથી બદલાતા ઓનલાઈન રિટેલ ક્ષેત્રે વિશ્વસનીય, પોસાય તેવા દરે શિપિંગની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવામાં મદદ કરી રહી છે.

આ વર્ષના પ્રારંભે જેની શરૂઆત થઈ હતી તે એમેઝોન ફ્રેઈટ ઇન્ટ્રા-સિટી અને ઇન્ટર-સિટી ટ્રાન્સપોર્ટ માટે સુવ્યવસ્થિત ફુલ ટ્રકલોડ ફ્રેઇટ સર્વિસીઝ પૂરી પાડે છે. તે ફુલફિલમેન્ટ સેન્ટર્સ અને શહેરો વચ્ચે માલસામાનની સરળ હેરાફેરીને સક્ષમ કરવા માટે એમેઝોનના વ્યાપક લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ લે છે. આ સેવા એકથી વધુ મધ્યસ્થીઓને દૂર કરે છે અને પરંપરાગત ફુલ ટ્રકલોડ બુકિંગ સાથે સંકળાયેલી જટિલતા અને ખર્ચ ઘટાડે છે. એમેઝોન ફ્રેઈટ સમર્પિત એકાઉન્ટ મેનેજર, 24/7 સપોર્ટ, ડિલિવરીના ઈલેક્ટ્રોનિક પ્રૂફ અને ઓટોમેટેડ ટ્રેકિંગ પ્રદાન કરે છે.

2021માં શરૂ થયેલી એમેઝોન શિપિંગ લાસ્ટ-માઇલ બીટુસી પાર્સલ ડિલિવરી માટે ઓપ્ટિમાઇઝ કરવામાં આવી છે. તે પારદર્શક કિંમતો, રીઅલ-ટાઇમ ટ્રેકિંગ, રીશેડ્યુલિંગ ટૂલ્સ અને ડેઇલી કેશ ઓન ડિલિવરી (સીઓડી) રેમિટન્સ ઓફર કરે છે. આ સર્વિસ એક મજબૂત ટેક સ્ટેક પર બનાવવામાં આવી છે જે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ, વિવિધ ઇન્ટિગ્રેટેડ વિકલ્પો, ક્લેમ મેનેજમેન્ટ અને એકાઉન્ટ મેનેજમેન્ટ માટે ઓનલાઈન પોર્ટલને સપોર્ટ કરે છે.

About Amazon Amazon is guided by four principles: customer obsession rather than competitor focus, passion for invention, commitment to operational excellence, and long-term thinking. Customer reviews, 1-Click shopping, personalized recommendations, Prime, Fulfilment by Amazon, AWS, Kindle Direct Publishing, Kindle Fire tablets, Fire TV, Amazon Echo, and Alexa are some of the products and services pioneered by Amazon. For more information, visit www.aboutamazon.in


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.