‘એનિમલ’ ત્રણ ભાગમાં બનશે, ‘એનિમલ પાર્ક’માં વિલન પણ હું જ છું: રણબીર કપૂર
મુંબઈ, રણબીર કપૂર એક પછી એક ફિલ્મો હાથ પર લઈ રહ્યો છે તેનું આવનારું વર્ષ પણ વ્યસ્ત રહેવાનું છે. ૨૦૨૩માં આવેલી તેની ‘એનિમલ’ બ્લોકબસ્ટર રહી. હવે છેલ્લા એક વર્ષથી તેના ફૅન્સ તેની ફિલ્મોની રાહ જોઈ રહ્યા છે. ત્યારે રણબીરે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાની આવનારી ફિલ્મો વિશે મહત્વની માહિતી આપી છે.
રણબીરની ખૂબ લોકપ્રિય થયેલી સાથે જેની ટીકા પણ ખૂબ થઈ છે એવી ફિલ્મ ‘એનિમલ’ ત્રણ ભાગમાં આવતી હોવાનો રણબીર કપૂરે વાયદો કર્યાે છે. સંદીપ રેડ્ડી વાંગાની આ ફિલ્મ વિશે ઉત્સાહ વ્યક્ત કરતા રણબીરે કહ્યું,“ડિરેક્ટર હાલ બીજી કોઈ ફિલ્મમાં વ્યસ્ત છે.
અમારી ફિલ્મ અમે કદાચ ૨૦૨૭માં શરૂ કરીશું. તે આ ફિલ્મના પ્રેમમાં પડી ગયા છે એટલે આ ફિલ્મ ત્રણ ભાગમાં બનાવવાની તેમની ઇચ્છા છે.”બીજા ભાગ ‘એનિમલ પાર્ક’ વિશે વાત કરતા રણબીરે કહ્યું,“બહુ મજાની વાત છે, કારણ કે હવે હું ડબલ રોલ કરવાનો છું.
હિરો અને વિલન બંને. આ ફિલ્મ અને ખૂબ મૌલિક વાર્તા કહેતા ડિરેક્ટર સાથે કામ કરવા માટે અતિ ઉત્સાહિત પણ છું.”રણબીરે એવું પણ કહ્યું કે ‘બ્રહ્માસ્ત્ર’ના બીજા ભાગમાં પણ આલિયા ભટ્ટ જોવા મળશે. જોકે, આ ફિલ્મ અંગે રણબીરે ખાસ માહિતી આપી નહોતી.
હાલ આયાન રિતિક રોશનની ‘વાર ૨’માટે કામ કરી રહ્યો છે. તેના પછી તે ‘બ્રહ્માસ્ત્ર ૨’માટે કામ શરૂ કરશે. રણબીરે તાજેતરમાં જ નિતેશ તિવારીની ‘રામાયણ’ના પહેલા ભાગનું શૂટ પૂરું કર્યું છે. આ અંગે રણવીરે કહ્યું,“હાલ હું રામાયણ નામની ફિલ્મ માટે કામ કરી રહ્યો છું, જે ભારતની મહાન કથા છે.
આ ફિલ્મ બે ભાગમાં બનશે. તેમાં રામ અને રાવણની કથા છે. જે નવી પેઢીને નવી ટેન્કોલોજીની મદદથી કહેવામાં આવશે.”ટૂંક સમયમાં રણબીર આ ફિલ્મના બીજા બાગ માટે કામ શરૂ કરવાનો છે. રામાયણની કથામાં કામ કરવા બદલ રણબીરે કહ્યું,“કલાકારો અને ક્‰માં આ ફિલ્મ માટે દુનિયાભરમાંથી લોકોને અહીં લવાયા છે.
મેં પહેલાં ભાગનું શૂટિંગ પૂરું કરી નાંખ્યું છે અને બીજા ભાગનું શૂટ ટૂંક સમયમાં શરૂ કરીશું. ભગવાનનો રોલ કરીને હું ખુબ ગૌરવ અનુભવું છું, એ ફિલ્મનો ભાગ હોવું એ જ મારા માટે મહત્વની વાત છે. આ ફિલ્મમાં બધું જ છે. આ ફિલ્મ શીખવે છે કે, ખરી ભારતીય સંસ્કૃતિ શું છે, પરિવારના સમીકરણો કેવા હોય અને પતિ પત્ની વચ્ચેના સંબંધો કેવા હોય. તો હું આ ફિલ્મ વિશે ઘણો ઉત્સાહીત છું.”
આ ફિલ્મનો પહેલો ભાગ ૨૦૨૬માં અને બીજો ભાગ ૨૦૨૭માં રિલીઝ થશે. તેમાં સાઇ પલ્લવી સીતા, યશ રાવણ, લારા દત્તા કૈકેયી, સન્ની દેઓલ હનુમાન અને શીબા ચઢ્ઢા મંથ્રાના રોલમાં જોવા મળશે. રણબીર આ ઉપરાંત યશરાજ ફિલ્મ્સની ‘ધૂમ ૪’, સંજય લીલા ભણસાલીની‘લવ એન્ડ વાર’માં પણ કામ કરી રહ્યો છે.SS1MS