Western Times News

Gujarati News

મ્યુનિ. કમિશ્નરે નાણાંકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટે રૂ. ૮૯૦૭ કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનનું નાણાંકિય વર્ષ ર૦ર૦-ર૦ર૧ માટે કમિશ્નર વિજય નેહરાએ રૂ.૮૯૦૦ કરોડનું ડ્રાફટ બજેટ રજુ કર્યું છે નાણાંકિય વર્ષ ર૦૧૯-ર૦ ના ડ્રાફટ બજેટ રૂ.૭પ૦૯ માં રૂ.૧૩૯૧ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિ. કમિશ્નરે શહેરની ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે નવા ફલાય ઓવર, રેલવે ઓવરબ્રીજ અને રેલવે અંડરપાસ બનાવવાની જાહેરાત કરી છે તેવી જ રીતે દરેક ઝોનમાં હેપ્પી સ્ટ્રીટ અને મોડલ રોડ બનાવવા માટે ખાસ જાગવાઈ કરી છે. ચૂંટણીનું વર્ષ હોવાથી નવો કર બોજ નાંખવામાં નહી આવે તેવી આશા વ્યકત કરવામાં આવતી હતી પરંતુ મ્યુનિ. કમિશ્નરે શહેરીજનો પર અલગ અલગ પ્રકારે અલગ અલગ પ્રકારથી નવા વેરાનું ભારણ વધાર્યું છે.

બજેટ હાઈલાઈટ્‌સ : • રૂ.૧પર કરોડના ખર્ચથી ૧પ આરઓબી / આરયુબી  • રૂ.૭૦૦ કરોડના ખર્ચે રોડનું આધુનિકરણ • રૂ.પ૦૦ કરોડના ખર્ચે પાંચ નવા મલ્ટીલેવલ પાર્કિગ • રૂ.ર૦૦ કરોડના ખર્ચે અમદાવાદ પશ્ચિમ અને પૂર્વમાં ઈન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ • રૂ.૪૦પ કરોડના ખર્ચે શારદાબેન અને એલ.જી. હોસ્પિટલનું નવિનીકરણ  • નવા પાંચ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ૧૦ અર્બન હેલ્થ સેન્ટર  • રૂ.ર૦૦ કરોડના ખર્ચે બે બાયોડાઈવરસીટી પાર્ક • દરેક ઝોનમાં સી.જી. રોડની ડીઝાઈન મુજબનો એક રોડ  • દરેક ઝોનમાં લો ગાર્ડનની હેપી સ્ટ્રીટ મુજબની એક ફુડ સ્ટ્રીટ  • દરેક ઝોનમાં એક હાઈટેક સ્કુલ • રૂ.૧પ લાખથી વધુ કિંમતના વાહનો પર વ્હીકલ ટેક્ષમાં ૩ ટકાનો વધારો  • વાહન વેરાની આવકમાં રૂ.ર૬ કરોડ જેટલો વધારો થવાનો અંદાજ  • રહેણાંક મિલકતના કરમાં રૂ.૪૦ કરોડનો વધારો (બોજ) • બિનરહેણાંક મિલકતના કરમાં રૂ.૧૮૭ કરોડનો વધારો (બોજ) • રિવરફ્રંટના ચોથા ફેઝનું આયોજન

નાણાંકિય વર્ષ ર૦ર૦-ર૦ર૧ માં રૂ.૯૬૮ કરોડના ખર્ચે ર૦ ફ્રુટ ઓવરબ્રીજ બનાવવામાં આવશે જેમાં વિવેકાનંદ રીવરબ્રીજ, નરોડા પાટીયા જંકશન, ઘોડાસર ચાર રસ્તા, પલ્લવ જંકશન, પ્રગતિનગર જંકશન, શ્યામલ જંકશન, વાડજ જંકશન, સીલજ સર્કલ, બાકોરલ સર્કલ, કમોડ સર્કલ, વિશત સર્કલ, તપોવન સર્કલ વગેરે મુખ્ય છે. જયારે રૂ.૧પર કરોડના ખર્ચથી ૧પ રેલવે ઓવરબ્રીજ અને અંડર પાસ બનાવવામાં આવશે જેમાં પુનિતનગર રેલવે ક્રોસીંગ, મણિનગર દક્ષિણી સોસાયટી, નરોડા જીઆઈડીસી, જગતપુરા, અને જુહાપુરા ખાતે રેલવે ઓવરબ્રીજ બનશે જયારે વટવા, વિંઝોલ, ઓમનગર, હેબતપુર, ત્રાગડ ગામ, ઉમા ભવાની ચાંદખેડા, આઈઓસી ચાંદખેડા, પાલડી જલારામ વગેરેનો સમાવેશ થાય છે.

સને ર૦ર૦-ર૧ ના વર્ષ માટે બીન રહેણાંકના મિલકતવેરામાં સૂચિત ફેરફાર

• બેઝ રેટ – ર૮ થી ૩૪  • સરેરાશ ૧૬ લાખની મિલકત ધ્યાને લેતાં – વાર્ષિક રૂ.૧૭૮  કરોડનો વધારો  • સમૃદ્ધ વિસ્તાર માટે અવયવ દર – ૧.૬૦ થી ૧.૯ર
• મિલકતના પ્રકારની અમુક વિસંગતતાઓ દૂર કરવામાં  આવેલ. દા.ત. હોટલનું ભારાંક ૬ હતું તેને ૭ કરવામાં આવશે. • ઔદ્યોગિક એકમો અને કારખાના, ગોડાઉન – ર.૦૦ થી ર.૮૦ તથા વેરહાઉસીસ  • હોટલ, મનોરંજનના સ્થળો -૬.૦૦ થી ૭.૦૦ ઉપરોક્ત સૂચિત બીન રહેણાંકના મિલકતવેરામાં ફેરફારના દરથી રૂ.૧૭૮ કરોડ જેટલો વધારો અપેક્ષિત છે. 

શહેરની ૧૬ લાખ મિલકતો પર રહેણાંકના મિલકતવેરામાં ફેરફારના દરથી રૂ. ૪૦ કરોડ જેટલો વધારો અપેક્ષિત છે, અને પાંચ લાખ કોમર્શિયલ મિલકતોથી ૧૮૭ કરોડ જેટલો વધારો મળશે. મ્યુ. કમિશ્નરે સ્વચ્છતા સર્વેશ્રણને ધ્યાને લઈ પિરાણા ડુંગરને બે વર્ષમાં દુર કરવાની જાહેરાત કરી છે. નોંધનીય છે કે પિરાણા ખાતે છેલ્લા આઠ મહિનાથી ટ્રો મિલ મશીનો મુકવામાં આવ્યા છે પરંતુ નિશ્ચિત પરિણામો મળ્યા નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.