TCS એ 2025 સાયબર સિક્યોરિટી આઉટલૂક લોન્ચ કર્યું
જેનએઆઈ, ક્લાઉડ સિક્યોરિટી અને ઝીરો ટ્રસ્ટ એકમો માટે મહત્વની પ્રાથમિકતા રહેશે
ટીસીએસ 2025 સાયબરસિક્યોરિટી આઉટલૂકમાં જણાયું કે સાયબર જોખમો માટે તૈયાર રહેલી કંપનીઓ વધતા જટિલ જોખમોના ક્ષેત્રે કામ કરવા માટે જરૂરી સ્થિતિસ્થાપકતા ઊભી કરી શકે છે
મુંબઈ, 10 ડિસેમ્બર, 2024 – આઈટી સર્વિસીસ, કન્સલ્ટિંગ અને બિઝનેસ સોલ્યુશન્સમાં ગ્લોબલ લીડર ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસે (ટીસીએસ) (BSE: 532540, NSE: TCS) તેનું 2025 સાયબરસિક્યોરિટી આઉટલૂક જાહેર કર્યું છે. ટીસીએસના નિષ્ણાંતો દ્વારા કાળજીપૂર્વક તૈયાર કરાયેલું આ ટેક્નોલોજી ટ્રેન્ડ્સ તથા ફોકસ્ડ એરિયાનું લિસ્ટ છે. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (જેનએઆઈ), ક્લાઉડ સિક્યોરિટી અને સપ્લાય ચેઇન સ્થિતિસ્થાપકતા આગામી વર્ષમાં જોખમોના ક્ષેત્રે અસરકારક રીતે આગળ વધવા માટે સંસ્થાનો માટે ચાવીરૂપ રહેશે. TCS Launches 2025 Cybersecurity Outlook; GenAI, Cloud Security, and ‘Zero Trust’ Remain Key Priorities for Enterprises.
આગામી પેઢીની ટેક્નોલોજી સમગ્ર ઉદ્યોગોમાં મોમેન્ટમ મેળવવાનું ચાલુ રાખે છે ત્યારે તેની સામે નવા અને જટિલ ખતરા ઊભા થયા છે. ટીસીએસ ખાતેના નિષ્ણાંતો અને અગ્રણીઓએ એવા સાત ફોકસ્ડ એરિયા ઓળખ્યા છે જે સાયબરસિક્યોરિટીને પ્રભાવિત કરે છે અને કંપનીઓને વધતા સાયબરહુમલા માટે તૈયાર રહેવા માટે તેમના સુરક્ષા રોકાણોને પ્રાથમિકતા આપવામાં મદદ કરે છે.
ટીસીએસના સાયબરસિક્યોરિટીના ગ્લોબલ હેડ ગણેશ સુબ્રમણ્યમ વૈકુંઠમે જણાવ્યું હતું કે “ભૂરાજકીય પરિવર્તનો અને બદલાતી ટેક્નોલોજી સાથે વૈશ્વિક સાયબરસિક્યોરિટીમાં મોટાપાયે ફેરફારો આવી રહ્યા છે. જેનએઆઈ ઓપરેશનલ કાર્યક્ષમતા વધારી રહી છે પરંતુ સંસ્થાનોએ સાયબર જોખમોનો સામનો કરવા માટે પોતાને સજ્જ કરવા જ પડશે. સંસ્થાનો માટે આ સુધારા અપનાવવા અને જેનએઆઈ-સમર્થિત જોખમો જાણીને તેની રિસ્પોન્સિવ સિસ્ટમનો અમલ કરીને બધાથી આગળ રહેવું અનિવાર્ય છે. બદલાતી ટેક્નોલોજીના આ યુગમાં મજબૂત અને સક્રિય સાયબર સ્થિતિસ્થાપકતા વ્યૂહરચના એક વિકલ્પ જ નથી પરંતુ અજાણ્યા સાયબર જોખમોને અસરકારક રીતે ઓળખવા અને તેનો સામનો કરવા માટે એકમો માટેની જરૂરિયાત છે.”
ઊભરતા સાયબર જોખમોની સ્થિતિમાં એકમો તેમના બિઝનેસીસને સુરક્ષિત રાખવા માટે જેનએઆઈનો લાભ લેવા વિચારી રહ્યા છે એમ ટીસીએસના 2025 સાયબરસિક્યોરિટી આઉટલૂકમાં જણાવાયું છે. 2025 માટેના સાયબરસિક્યોરિટી ટ્રેન્ડ્સ નીચે મુજબ છેઃ
સાયબરસિક્યોરિટીમાં જેનએઆઇનો ઉદ્ભવ વધી રહ્યો છે
જેનએઆઈ સંસ્થાનોની કામગીરીમાં પરિવર્તન લાવી રહી છે પરંતુ તેનો સાયબર અપરાધીઓ દ્વારા ડીપફેક્સ, ફિશિંગ, ડેટા મેનીપ્યુલેશન અને નવા માલવેર જેવા આધુનિક હુમલાઓ માટે ઉપયોગ પણ થઈ રહ્યો છે. આના પ્રતિસાદરૂપે સંસ્થાનોએ જેનએઆઈ-સંચાલિત થ્રેટ ડિટેક્શન અને રિસ્પોન્સ સિસ્ટમ સાથે તેમનો સામનો કરવો જોઈએ.
ક્લાઉડ સિક્યોરિટી મહત્વની બની રહે છે
ક્લાઉડ કમ્પ્યૂટિંગ અપનાવવાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે સંસ્થાનોએ એન્ક્રીપ્શન, એક્સેસ કંટ્રોલ અને સતત મોનિટરીંગ જેવા મજબૂત સિક્યોરિટી પ્રોટોકોલ્સનો અમલ કરવાની જરૂર છે. યોગ્ય ક્લાઉડ કન્ફિગરેશન જાળવવા અનઓથોરાઇઝ્ડ એક્સેસ તથા ભંગાણને અટકાવવા માટે જરૂરી છે અને મલ્ટી ક્લાઉડ કે હાઇબ્રિડ એન્વાયર્મેન્ટ્સ તરફ જઈ રહેલા લોકોએ તેમના સુરક્ષા પગલાંને તે મુજબ અપનાવવા જરૂરી છે.
ઇલાસ્ટિક સપ્લાય ચેઇન્સ ઓપરેશનલ અખંડિતતા માટે પ્રસ્તુત રહેશે
2025માં બદલાતી ભૂરાજકીય સ્થિતિ અને પાર્ટનર ઇકોસિસ્ટમને કારણે સંસ્થાનોને ફ્લેક્સિબલ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન્સની જરૂર પડશે. લીડર્સે સંવેદનશીલ ડેટાનું રક્ષણ કરતી વખતે અને નિયમનકારી અનુપાલન જાળવી રાખતાં તેમના સપ્લાય નેટવર્કને એડજસ્ટ કરવા માટે સક્રિય વ્યૂહરચના વિકસાવવી જોઈએ. સપ્લાય ચેઇનની સ્થિતિસ્થાપકતાને વધારવી અનિશ્ચિતતાના સમયમાં ઓપરેશનલ ઇન્ટિગ્રિટીને જાળવી રાખવા માટે વધુને વધુ મહત્વપૂર્ણ બનશે.
ઊભરતા બિઝનેસ મોડલ્સ ડિઝાઇન દ્વારા સુરક્ષાની જરૂરિયાત દર્શાવશે
જ્યારે ડિજિટલ ટેક્નોલોજી, IoT ક્ષમતાઓ અને અદ્યતન કનેક્ટિવિટી ઇવી ચાર્જિંગ, ડીઈઆરએમએસ, ઓટોનોમસ વ્હીકલ્સ અને અન્ય કનેક્ટેડ ફેક્ટરીઓમાં નવા બિઝનેસ મૉડલ ચલાવી રહી છે ત્યારે આ વ્યવસાયો ડિઝાઇન દ્વારા સુરક્ષિત છે તેની ખાતરી કરવા માટે સંસ્થાનોએ તેમની વેલ્યુ ચેઇન્સને સુરક્ષિત કરવી આવશ્યક છે. 2025 સુધીમાં IoT ડિવાઇસીસના વિકાસ માટે વ્યાપાર વૃદ્ધિમાં વેગ જાળવી રાખવા માટે મજબૂત ડિવાઇસ હાર્ડનિંગ, સિક્યોર કમ્યૂનિકેશન ચેનલ્સ અને સતત વલ્નરેબિલિટી એસેસમેન્ટની જરૂર પડશે.
સાયબરસિક્યોરિટી મેશ આર્કિટેક્ચર ઝીરો ટ્રસ્ટ સિક્યોરિટી માટેનો માર્ગ મોકળો કરશે
સંસ્થાનો પરંપરાગત સિક્યોરિટી મોડલથી ઝીરો-ટ્રસ્ટ આર્કિટેક્ચર તરફ આગળ વધી રહી છે, જેને જોખમ ઘટાડવા માટે સતત ઓથેન્ટિકેશન અને મર્યાદિત એક્સેસની જરૂર છે. 2026 સુધીમાં મોટાભાગના મોટા સાહસો ઝીરો-ટ્રસ્ટ મેથડ્સ અપનાવશે અને સિક્યોરિટી ટૂલ્સને વધુ કાર્યક્ષમ બનાવવા માટે એકીકૃત કરશે. અનુકૂલન કરવા માટે સંસ્થાનોએ ગતિશીલ, સહયોગી અને સુરક્ષિત વાતાવરણ માટે સાયબર સિક્યુરિટી મેશ આર્કિટેક્ચર (સીએસએમએ) તરફ કામ કરતી વખતે સાયબર સુરક્ષા ઊભી કરવા અને ઓટોમેટ કરવા માટે ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મનો ઉપયોગ કરવો આવશ્યક છે.
સીએસઓ મેનેજ્ડ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ માટે ઓટોમેશન ફર્સ્ટ અભિગમ અપનાવશે
આધુનિક મેનેજ્ડ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ (એમડીઆર) માં સિક્યોરિટી ઇન્ફોર્મેશન એન્ડ ઇવેન્ટ મેનેજમેન્ટ (એસઆઈઈએમ), સિક્યોરિટી ઓપરેશન સેન્ટર્સ (એસઓસી), સિક્યોરિટી ઓર્કેસ્ટ્રેશન, ઓટોમેશન એન્ડ રિસ્પોન્સ (એસઓએઆર), એક્સટેન્ડેડ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ (એક્સડીઆર), થ્રેટ હન્ટિંગ, થ્રેટ ઇન્ટેલિજન્સ અને વિવિધ એટેક સિમ્યુલેશનનો સમાવેશ થાય છે. આ કમ્પોનેન્ટ્સ જેનએઆઈ, ક્વોન્ટમ કમ્પ્યુટિંગ અને ફાઇવજી વિસ્તરણ જેવી નવી ટેક્નોલોજી સામે મજબૂત સાયબર ડિફેન્સ માટે “ઓટોમેશન-ફર્સ્ટ” અભિગમ હેઠળ સરળતાથી ઇન્ટિગ્રેટ થવા જોઈએ. 2025 સુધીમાં સંસ્થાનો વધુ ઉદ્યોગ-સંબંધિત અને ઇન્ટિગ્રેટેડ સાયબર-ફિઝિકલ સિક્યોરિટી સોલ્યુશન્સ શોધે તેવી શક્યતા છે.
બેક ટુ બેઝિકઃ સાયબર સ્થિતિસ્થાપકતા બિઝનેસ સિક્યોરિટી માટે આવશ્યક રહેશે
અણધાર્યા સાયબર બનાવોને હેન્ડલ કરવા માટે સંસ્થાનો માટે હવે પહેલા કરતાં વધુ એક મજબૂત સાયબર સ્થિતિસ્થાપકતા વ્યૂહરચના નિર્ણાયક છે અને મૂળભૂત બાબતો પર નવેસરથી નજર નાખવી જરૂરી છે: નિયમિત બેકઅપ, ડિટેલ ઇન્સિડેન્ટ રિસ્પોન્સ પ્લાન્સ અને વ્યવસાય સાતત્યનાં પગલાં. રેગ્યુલર ડ્રીલ્સ જેવા સરળ પગલાં સંસ્થાકીય સજ્જતા અને પ્રતિભાવ ક્ષમતાઓને વધારી શકે છે. સ્થિતિસ્થાપકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાથી સાયબર હુમલાઓથી ડાઉનટાઇમ અને વિક્ષેપોને ઘટાડવામાં મદદ મળશે.
વૈશ્વિક સ્તરે સાયબર સિક્યોરિટીમાં અગ્રેસર રહેલી ટીસીએસ ડિટેક્શન એન્ડ રિસ્પોન્સ, આઇડેન્ટિટી એન્ડ એક્સેસ મેનેજમેન્ટ, એટેક સરફેસ મેનેજમેન્ટ, ગવર્નન્સ, રિસ્ક એન્ડ કમ્પ્લાયન્સ, ડેટા પ્રાઇવસી એન્ડ પ્રોટેક્શન, ડિજિટલ ફોરેન્સિક્સ એન્ડ ઇન્સિડેન્ટ રિસ્પોન્સ, ક્લાઉડ સિક્યોરિટી અને સાયબર ફિઝિકલ સિક્યોરિટીમાં કન્સલ્ટિંગ, અમલીકરણથી લઈને મેનેજ્ડ સિક્યોરિટી સર્વિસીઝ પૂરી પાડે છે. આ ઓફરિંગ્સ ઉદ્યોગ-વિશિષ્ટ પડકારોને સંબોધવા માટે તૈયાર કરવામાં આવી છે. તેના રોસ્ટર પર 16,000થી વધુ સાયબર સિક્યોરિટી પ્રોફેશનલ્સ સાથે ટીસીએસ સમગ્ર વિશ્વમાં 600થી વધુ સાહસોને તેમની સમગ્ર ડિજિટલ એસ્ટેટને સુરક્ષિત કરવામાં અને તેમની સુરક્ષા સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. ટીસીએસનું વિશ્વભરમાં 15તી વધુ સાયબરસિક્યોરિટી ડિલિવરી સેન્ટર્સનું નેટવર્ક તમામ સ્થળે સુરક્ષિત વ્યવસાયોને સક્ષમ કરે છે. વધુ જાણવા માટે વેબસાઇટ https://www.tcs.com/what-we-do/services/cybersecurity ની મુલાકાત લો.