Western Times News

Gujarati News

ભારત ફોર્જે QIP મારફતે રૂ. 1,650 કરોડ સફળતાપૂર્વક ઊભા કર્યા

પૂણે10 ડિસેમ્બર 2024ભારત ફોર્જને જણાવતા આનંદ થાય છે કે તેણે 9મી ડિસેમ્બર 2024ના રોજ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ્સ (QIP) દ્વારા રૂ. 1650 કરોડ સફળતાપૂર્વક ઊભા કર્યા છે. ભરણાંએ દેશના અને વિદેશી ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સમાં ભારે રસ જગવ્યો હતો, જેના પરિણામે ભરણાંની લક્ષિત રકમ કરતા 10ગણી માંગ ઊભી થઈ હતી. Bharat Forge Limited successfully raises Rs 1,650 Crores through QIP.

90 ટકા કરતા વધારે ફાળવણી દેશી અને વિદેશી લોંગ ઓન્લી ફંડ્સ અને વીમા કંપનીઓને કરવામાં આવી હતી. ક્યુઆઇપીની ફાળવણી પ્રતિ શેર રૂ. 1,320ના ભાવે કરવામાં આવી હતી, જ્યારે સેબીના આઇસીડીઆર પ્રમાણે ફ્લોર પ્રાઇઝ પ્રતિ શેર રૂ. 1,323.54 હતી. ક્યુઆઇપીમાંથી ભેગા થયેલા ભંડોળનો ઉપયોગ ઋણની ચુકવણી માટે અને અગાઉના જાહેર કરાયેલી ઇનોર્ગેનિક વૃદ્ધિની પહેલો માટે નાણાં પૂરા પાડવા માટે કરવામાં આવશે.

વાઇસ ચેરમેન અને જોઇન્ટ મેનેજીંગ ડિરેક્ટર અમિત કલ્યાણીએ ટિપ્પણી કરી હતી કે, મૂડી ઊભી કરવા પ્રત્યે અને અમે અમલ કરી રહ્યાં છીએ એ પરિવર્તનકારી યાત્રામાં ફરીવાર વિશ્વાસ વ્યક્ત કરવા માટે વર્તમાન અને નવા રોકાણકારોના અમે આભારી છીએ. અમે ઝડપી વૃદ્ધિ હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છીએ, જેનાથી હિતધારકો માટે મૂલ્યનું સર્જન થશે.

કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને મોર્ગન સ્ટેન્લી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડે બૂક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ)ની ભૂમિકા ભજવી હતી. ખૈતાન એન્ડ કં. ભારત ફોર્જ માટે કાયદાકીય સલાહકાર હતા જ્યારે શાર્દુલ અમરચંદ મંગલદાસ એન્ડ કં અને ફ્રેશફીલ્ડ્સ બ્રુકહોસ ડેરિન્ગર બીઆરએલએમના કાયદાકીય સલાહકાર રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.