કલ્યાણ જ્વેલર્સે લિમિટેડ એડિશન પુષ્પા કલેક્શન રજૂ કર્યું
અમદાવાદ, ભારતની સૌથી વિશ્વસનીય અને આઇકોનિક જ્વેલરી બ્રાન્ડ કલ્યાણ જ્વેલર્સ અત્યંત લોકપ્રિય બનેલી ફિલ્મ પુષ્પા દ્વારા પ્રેરિત એક્સક્લુઝિવ લિમિટેડ એડિશન જ્વેલરી લાઇન પુષ્પા રજૂ કરતા ગર્વ અનુભવે છે. અત્યંત આતુરતાથી જેની રાહ જોવાય છે તે પુષ્પા 2ના રિલીઝ પહેલા જ આ અદ્ભુત કલેક્શન ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે તે પ્રકૃતિની ભાવના અને ભવ્યતાને તાકાત અને સોફિસ્ટિકેશન બંનેની ઊજવણી કરે તેવી બોલ્ડ અને ઉત્કૃષ્ટ ડિઝાઇન સાથે જીવંત કરે છે.
સોનાથી બનાવાયેલું અને અનકટ ડાયમંડ્સ, મધર-ઓફ-પર્લ અને અર્ધ-કિંમતી રત્નોથી સજાવાયેલું પુષ્પા કલેક્શન કુદરતની અનેરી સુંદરતાને એક જ્વલંત નમન છે. આ કલેક્શનનો દરેક પીસ કલ્યાણ જ્વેલર્સની વાર્તાઓ કહેતી ઉત્કૃષ્ટ રચનાઓ બનાવવાની એ પ્રતિબદ્ધતા દર્શાવે છે જે કેવળ એસેસરીઝ જ નહીં પરંતુ વિચારપૂર્વક બનાવાયેલી કલાત્મક રચના બનાવે છે.
આ કલેક્શનનું લોન્ચિંગ સોશિયલ મીડિયા પર રશ્મિકા મંદાના દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં તેણે ફિલ્મ દ્વારા પ્રેરિત જ્વેલરી લાઇન વિશેની રોમાંચકતા વ્યક્ત કરી હતી. પસંદગીના કલ્યાણ જ્વેલર્સ શોરૂમ પર એક્સક્લુઝિવલી ઉપલબ્ધ પુષ્પા કલેક્શન એવા લોકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે જેઓ ગર્વ સાથેનો જુસ્સો ધરાવે છે. કોઈ ખાસ પ્રસંગ હોય કે પછી રોજબરોજ પહેરવા માટે હોય, આ પીસ ફિલ્મની ભાવનાને સમાવે છે અને તેને કોઈ પણ આભૂષણ પ્રેમીના કલેક્શનમાં પરફેક્ટ ઉમેરો બનાવે છે.