૨૦૨૨માં ૧.૨૨ લાખથી વધુ પુરુષે આત્મહત્યા કરી
ભારતમાં મહિલાઓ કરતાં પુરુષોની સ્થિતિ ચિંતાજનક-રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, ભારતમાં આ આંકડો વધી રહ્યો છે
બેંગલુર, બેંગલુરની એક કંપનીના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (છૈં) એન્જિનિયર અતુલ સુભાષ મોદીએ આત્મહત્યા કરી છે. તેણે આત્મહત્યા કરતાં પહેલા લગભગ ૧.૨૦ કલાકનો વીડિયો પણ પોષ્ટ કર્યો છે. આ ઉપરાંત ૨૩ પેજની સુસાઇડ નોટ પણ લખી છે, જેમાં તેણે મોત પાછળ પત્ની નિકિતા સિંઘાનિયા અને તેના પરિવારને જવાબદાર ઠેરવ્યા છે. જોકે આત્મહત્યા જેવું પગલું ભરનાર સુભાષ એકલા નથી.
વિશ્વ આરોગ્ય સંગઠન (ઉૐર્ં) અને નેશનલ ક્રાઇમ રૅકોર્ડ બ્યુરો (દ્ગઝ્રઇમ્)ના ડેટા મુજબ મહિલાઓ કરતાં પુરુષો સૌથી વધુ આત્મહત્યા કરે છે. ડબલ્યુએચઓના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં દર વર્ષે સાત લાખથી વધુ લોકો આત્મહત્યા કરે છે, જ્યારે ભારતમાં આ આંકડો દર વર્ષે વધી રહ્યો છે.
એનસીઆરબીના ડેટા મુજબ આત્મહત્યા કરનાર મહિલાઓ કરતાં પુરુષોની સંખ્યા વધુ છે. બે દાયકાના આંકડા દર્શાવી રહ્યા છે કે, ભારતમાં સ્યુસાઇડ કરનાર ૧૦માંથી ૬ અથવા ૭ પુરુષો હોય છે. વર્ષ ૨૦૦૧ અને ૨૦૨૨ દરમિયાન આત્મહત્યા કરનાર મહિલાઓની સંખ્યા ૪૦થી ૪૮ હજાર નોંધાઈ છે, જ્યારે આ દરમિયાન જીવન ટૂંકાવનારા પુરુષોની સંખ્યા ૬૬ હજારથી વધીને એક લાખને પાર પહોંચી ગઈ છે.
૨૦૨૨માં ૧.૭૦ લાખથી વધુ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૧.૨૨ લાખથી વધુ પુરુષો હતા. એટલે કે દૈનિક સરેરાશ ૩૩૬ પુરુષ જીવન ટૂંકાવી રહ્યા છે. માત્ર ભારતમાં જ નહીં વિશ્વભરમાં પણ આવી જ સ્થિતિ છે. ડબલ્યુએચઓના ડેટા મુજબ વિશ્વભરમાં એક લાખ આત્મહત્યામાંથી પુરુષોનો દર ૧૨.૬ અને મહિલાઓનો દર ૫.૩ છે. આ જોતા એવું કહી શકાય કે, વિશ્વભરમાં મહિલાઓ કરતાં વધુ પુરુષ પીડાઈ રહ્યો છે.
એનસીઆરબીના ૨૦૨૨ના રિપોર્ટ મુજબ, સૌથી વધુ ૩૦થી ૪૫ની ઉંમરના, ત્યારબાદ ૧૮થી ૩૦ અને પછી ૪૫થી ૬૦ની ઉંમરનાઓ આત્મહત્યા કરે છે. ગત વર્ષે ૩૦થી ૪૫ની ઉંમરના ૫૪૩૫૧ લોકોએ આત્મહત્યા કરી હતી, જેમાં ૭૭ ટકા પુરુષો હતા. આવી જ રીતે આત્મહત્યા કરનારા ૧૮થી ૩૦ વર્ષના ૫૯૧૦૮ લોકોમાંથી ૬૫ ટકા પુરુષો હતા. તેમજ ૪૫થી ૬૦ વર્ષના આત્મહત્યા કરનારાઓમાં ૩૧૯૨૧ લોકોમાંથી ૮૨ ટકા પુરુષો હતા.
રિપોર્ટ મુજબ આત્મહત્યા કરનારા મોટાભાગના લોકો પરિણીત છે. ૨૦૨૨માં ૧,૧૪,૪૮૫ પરિણીત લોકોએ આત્મહત્યા કરી હતી, આમાંથી લગભગ ૭૪ ટકા પુરુષો હતા. ૨૦૨૨માં ૮૧૬૪ પરિણીત લોકોએ લગ્ન સંબંધી સમસ્યાના કારણે આત્મહત્યા કરી હતી. આમાંથી ૫૨ ટકા પુરુષો હતા.