Western Times News

Gujarati News

મહા કુંભ મેળા દરમિયાન અમદાવાદથી પ્રયાગરાજ સુધી વિશેષ ટ્રેનનું આયોજન

પ્રતિકાત્મક

અમદાવાદથી ૦૯.૧૦ કલાકે થી ઉપડે છે અને ગોરખપુર સુધી જાય છે આ ટ્રેન પ્રયાગરાજ બીજે દિવસે ૦૮.૪૫ કલાકે પહોંચાડે છે

લખનૌ,  મહા કુંભ મેળા દરમિયાન સંગમમાં સ્નાન કરવા પ્રયાગરાજ આવતા પ્રવાસીઓને મહત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે. તેમની યાત્રા સરળ અને સુખદ રહે આને ધ્યાનમાં રાખીને રેલવે લગભગ ૩,૦૦૦ વિશેષ ટ્રેનો સહિત ૧૩,૦૦૦ થી વધુ ટ્રેનો દોડાવશે. આ કેટેગરીમાં દક્ષિણ પૂર્વ મધ્ય રેલવે તરફથી ત્રણ કુંભમેળા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે. ઉત્તરપ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં આવતા વર્ષે એટલે કે ૨૦૨૫ માં મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે.

જેમાં દેશ-દુનિયામાંથી લોકો આવે છે. તો ગુજરાતથી પણ લોકો જવાની તૈયારી કરી રહ્યા હોય છે. તો ત્યાં સુધી પહોંચવા માટે તમે ટ્રેન, બસ કે વિમાન દ્વારા જઈ શકો છો. આજે તમને ટ્રેન વિશે જણાવશું કે કેટલી એવી ટ્રેનો છે જે ગુજરાતના અમદાવાદથી પ્રયાગરાજ સુધી જાય છે. ટ્રેન નંબર ઃ ૧૨૯૪૧ પારસનાથ એક્સપ્રેસ ભાવનગરથી ૧૭.૪૫ કલાકે ઉપડે છે અને અમદાવાદ ૨૩.૦૫ એ પહોંચે છે. તે પ્રયાગરાજ જંક્શન બીજે દિવસે ૨૨.૦૦ કલાકે પહોંચાડે છે.

રતલામ અને આગ્રા વધારે સમય હોલ્ટ કરે છે. આ ટ્રેન અંદાજે ૧૬૯૬ કિમી કાપશે. ટ્રેન નંબર ઃ ૧૯૪૮૯ ગોરખપુર એક્સપ્રેસ અમદાવાદથી ૦૯.૧૦ કલાકે થી ઉપડે છે અને ગોરખપુર સુધી જાય છે. આ ટ્રેન પ્રયાગરાજ બીજે દિવસે ૦૮.૪૫ કલાકે પહોંચાડે છે. વચ્ચે આવતા સ્ટેશનોમાં દાહોદ, રતલામ, ઉજ્જૈન, ભોપાલ, દમોહ, સતના વગેરે સ્થળો એ રોકાય છે. આ ટ્રેન અઠવાડિયામાં સોમવાર સિવાય દરેક વારે ચાલે છે. ટ્રેન નંબર ઃ ૨૨૯૬૭ પ્રયાગરાજ એક્સપ્રેસ અમદાવાદથી પ્રયાગરાજ જાય છે.

અમદાવાદથી ૧૬.૩૫એ ઉપડે છે અને પ્રયાગરાજ બીજે દિવસે ૧૬.૫૦ કલાકે પહોંચાડે છે. આ ટ્રેન ગુરુવારે ચાલે છે. આ ટ્રેન મધ્યપ્રદેશમાંથી પસાર થાય છે. અમદાવાદથી સુરત અને નંદુરબાર, ભુસાવલ, જબલપુર, મહીયર થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. ટ્રેન નંબર ઃ ૧૯૪૩૫ અમદાવાદથી પ્રયાગરાજ સુધીની ટ્રેન છે. જે અમદાવાદથી ૦૦.૩૫ કલાકે ઉપડે છે અને બીજે દિવસે ૦૭.૧૮ એ પ્રયાગરાજ પહોંચાડે છે. આખા રુટમાં તે અંદાજે ૧૬૪૫ જેટલું અંતર કાપે છે.

આ ટ્રેન પણ સ્ઁ થઈને જાય છે. સુરત, નંદુરબાર, ખરગપુર, બન્દા, ચિત્રકુટ થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. ટ્રેન નંબર ઃ ૨૨૯૬૯ ઓખા-બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસ. આ ટ્રેન ઓખાથી ૧૪.૦૫ એ ઉપડે છે. દ્વારતા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, આણંદ, છાયાપુરી(વડોદરા), રતલામ, કોટા, આગ્રા, કાનપુર, થઈને પ્રયાગરાજ પહોંચાડે છે. આ ટ્રેન બીજે દિવસે ૨૨.૫૦ કલાકે પહોંચાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.