ગામના નાગરિકનો 6 વર્ષ સુધી સંઘર્ષઃ 22 આરોપીઓ સામે ગોચરની જમીન મામલે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થયો
રાપર પાસે ગૌચરમાં દબાણ કરનારા ૨૨ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો -ગૌચર નીમ વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા હોવાનું તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ કરી
ભુજ, કચ્છના રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર નિમ થયેલી જમીન ઉપર દબાણ કરનારા ૨૨ શખ્સો સામે સાગમટે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગામના નાગરિકે સતત છ વર્ષ લડત લડ્યા પછી તંત્રને ગુનો દાખલ કરવાનું સૂઝ્યું હતું.
રામવાવ ગામની ગૌચર નીમ વાળી જમીન ઉપર રામવાવ ગામના ગ્રામજનો દ્રારા દબાણ કરેલું હોવાથી, આ દબાણ દુર કરવા માટે રામવાવ ગામના શિવુભા દેશળજી જાડેજાએ તાલુકા પંચાયત કચેરી રાપર ખાતે અરજી કરી હતી.
જે અંતર્ગત રાપર તાલુકા પંચાયત કચેરીએ રામવાવ ગ્રામ પંચાયતને દબાણ દુર કરવા માટે હુકમ કરતા રામવાવ ગ્રામ પંચાયતે સદર દબાણ વાળી જગ્યાની માપણી માપણી કરાવતા સદર ગૌચર નીમ વાળી જગ્યામાં કુલ ૩૦ જેટલા દબાણો હોવાની અરજી મળતા તેની વહીવટી તપાસ બાદ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ દાખલ કરાઈ હતી.
તંત્રની સ્થળ તપાસમાં દબાણ કરતા ૨૨ જેટલા શખ્સોએ ગૌચર નીમ વાળી જમીન ઉપર વાવેતર તથા પાણીના ટાંકાઓ બનાવી દીધા હોવાનું તેમજ દબાણ વાળી જગ્યાની ફરતે વાડ ગેરકાયદે રીતે વાડ બાંધી કબ્જો કરી સરકારી ગૌચર જમીન પચાવી પાડતા હોય આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા ફરીયાદ દાખલ કરવામાં આવી છે.