Western Times News

Gujarati News

ગોપાલ નમકીનને 13.50 કરોડથી વધુ રકમની CGSTની શો-કોઝ નોટિસ 4 દિવસ પહેલાં જ મળી હતી

રાજકોટમાં ગોપાલ નમકીનની ફેક્ટરીમાં લાગી વિકરાળ આગ -હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે

રાજકોટ, ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી હતી.

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારેતરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ગોપાલ નમકીનની ફેક્ટરની વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા હતા. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઇ હતી ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે શું આટલી જાણિતી ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા.

Gopal Snacks announced that the company has received a show cause notice (cum-demand notice) for Rs 13.76 crore from the office of joint commissioner CGST, Rajkot. The demand has been raised via SCN dated 29th November 2024 towards GST liabilities based on the details provided therein for the period from 2020-2021


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.