Western Times News

Gujarati News

બોગસ ડોકટરોને કાપોદ્રા પોલીસે ક્લિનિક પર લઈ જઈ વરઘોડો કાઢ્યો

સુરતના વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો વધુ ૧ બોગસ ડોક્ટર ઝડપાયો-થોડા સમય પહેલાં ૮ બોગસ ડોકટરો પકડાયા હતા

સુરત, સુરતમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો હોય તેમ, બોગસ ડોકટરો ઝડપાઈ રહ્યા છે. સુરતમાં થોડા દિવસ પહેલાં જ કાપોદ્રા પોલીસે બોગસ ડોકટરોની ધરપકડ કરી હતી. બોગસ ડોકટરોને કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારબાદ થોડા દિવસોમાં જ પાંડેસરા બાદ હવે કાપોદ્રા પોલીસે બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે.

સુરત પોલીસે કાપોદ્રા વિસ્તારમાં આવેલી વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર એ.કે. સિંહ નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોકટર વર્ષ ૨૦૦૮માં પણ પોલીસના હાથે ચડ્યો હતો. હાલ સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ઘરવામાં આવી છે.

સુરતમાં થોડા સમય પહેલાં ૮ બોગસ ડોકટરો પકડાયા હતા. રશેસ ગુજરાથી આણી મંડળીએ અત્યાર સુધી ૭૦ હજાર ખંખેરી હજારો લોકોને નકલી ડોકટર ડિગ્રી આપી હતી. પાંડેસરા પોલીસે રસેશ ગુજરાતી, બી.કે.રાવત અને ઈરફાન સેયદના રિમાન્ડ મેળવી પૂછપરછ આદરી છે. બીજી તરફ રસેશ ગુજરાતી આણી મંડળી સામે નકલી ડોક્ટરો ફરિયાદ કરવા માટે પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે.

અત્યાર સુધીમાં આઠ જેટલા નકલી ડોક્ટરો પાંડેસરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તેઓએ જણાવ્યું કે, રસેશ ગુજરાતીએ અમને પણ નકલી ડિગ્રી આપી છે.કાપોદ્રા પોલીસે બોગસ ડોકટરને તેના ક્લિનિક પર જઈને ઝડપીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. સુરત શહેરમાં વધુ એક બોગસ ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે.

વલ્લભનગરમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર એ.કે. સિંહ નામના બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરીને કાપોદ્રા પોલીસે ક્લિનક પર લઈ જઈ ડોક્ટરનો વરઘોડો કાઢ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.