Western Times News

Gujarati News

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી ૪ અઠવાડિયામાં આ બાબત માટે જવાબ માંગ્યો

મંદિર-મસ્જિદ વિવાદ પર કોર્ટે આદેશ ન કરવાઃ સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, દેશમાં મંદિર-મસ્જિદ વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે, અદાલતોએ આવા મામલામાં કોઈ આદેશ ન આપવો જોઈએ અને ન તો સર્વે માટે આદેશ જારી કરવો જોઈએ.

સર્વોચ્ચ અદાલતની ૩-સદસ્યની બેંચ પ્લેસિસ ઓફ વર્શિપ એક્ટ (વિશેષ જોગવાઈઓ) ૧૯૯૧ની કેટલીક કલમોની માન્યતા પર દાખલ કરાયેલી અરજીઓની સુનાવણી કરી રહી હતી. ઝ્રૈઁં-સ્, ઈન્ડિયન મુસ્લિમ લીગ, દ્ગઝ્રઁ શરદ પવાર, ઇત્નડ્ઢ સાંસદ મનોજ કુમાર ઝા સહિત છ પક્ષોએ એક્ટ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. બેંચે કહ્યું, અમે આ કાયદાના અવકાશ, શક્તિઓ અને બંધારણની તપાસ કરી રહ્યા છીએ.

આવી સ્થિતિમાં જ તે યોગ્ય રહેશે કે તમામ અદાલતો તેમના હાથ બંધ રાખે. સુનાવણી દરમિયાન ઝ્રત્નૈં સંજીવ ખન્નાએ કહ્યું- અમારી સામે બે કેસ છે, મથુરાની શાહી ઇદગાહ અને વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ. ત્યાર બાદ કોર્ટને કહેવામાં આવ્યું કે, દેશમાં આવા ૧૮થી વધુ કેસ પેન્ડિંગ છે.

તેમાંથી ૧૦ મસ્જિદો સાથે સંકળાયેલા છે. આ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ૪ અઠવાડિયાની અંદર અરજીઓ પર પોતાનું વલણ રજૂ કરવા કહ્યું. ઝ્રત્નૈં સંજીવ ખન્નાએ કહ્યું- જ્યાં સુધી કેન્દ્ર તેનો જવાબ દાખલ નહીં કરે ત્યાં સુધી અમે સુનાવણી નહીં કરી શકીએ. અમારા આગળના આદેશો સુધી આવો કોઈ નવો કેસ દાખલ કરવો જોઈએ નહીં.

સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈને ૧૯ નવેમ્બરે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાની સિવિલ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, સંભલની જામા મસ્જિદ જ હરિહર મંદિર હતું. તે જ દિવસે અરજી સ્વીકારવામાં આવી. બીજા દિવસે કોર્ટે જામા મસ્જિદના સર્વેનો આદેશ આપ્યો હતો.૫ દિવસ પછી એટલે કે ૨૪મી નવેમ્બરે ટીમ ફરી સર્વે માટે જામા મસ્જિદ પહોંચી.

ત્યાં લોકોનું ટોળું એકઠું થયું. પથ્થરમારો અને ગોળીબારમાં ૫ લોકોના મોત થયા હતા. બે દિવસ પછી હિન્દુ સેના પ્રમુખ વિષ્ણુ ગુપ્તાએ રાજસ્થાનની અજમેર શરીફ દરગાહને સંકટમોચન મહાદેવ મંદિર હોવાનો દાવો કર્યો હતો. દેશના જુદા જુદા ભાગોમાં આ ટ્રેન્ડ ચાલુ છે.

આ કેસો પહેલા વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-ઈદગાહ અને મધ્ય પ્રદેશના ધારમાં ભોજશાળામાં આવેલી મસ્જિદને લઈને કેસ દાખલ કરવામાં આવ્યા છે. રામ મંદિર પર નિર્ણય આવ્યા બાદ આ મામલાઓમાં વધારો થયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.