રસ્તાના અભાવે પ્રસૂતાએ ઝોળીમાં જ બાળકને આપ્યો જન્મ
(એજન્સી)રાજપીપળા, ગુજરાતમાં વિકાસની બૂમો પાડતી ભાજપ સરકારની પોલ ખોલતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. નર્મદા જિલ્લામાં રસ્તાના અભાવે વધુ એક પ્રસૂતાને જંગલની વચ્ચોવચ પોતાના બાળકને જન્મ આપવો પડ્યો હતો.
આ પહેલાં પણ આવી જ એક ઘટના છોટા ઉદેપુરમાં બની હતી, ત્યારે હાઇકોર્ટે ફટકાર લગાવી રસ્તા બનાવવાનું કામ શરુ કરવા આદેશ આપ્યો હતો. જોકે, આ નિંભર તંત્રને આદિવાસીઓના જીવની પડી જ ન હોય તે રીતનું વર્તન કરવામાં આવી રહ્યું છે.
નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર ચાપટ ગામના પાયલ વસાવાને રાત્રે પ્રસવ પીડા ઉપડી હતી. જોકે, ગામમાં રસ્તાના અભાવે કોઈ સરકારી વાહન આવી શકે તેમ નહતું, તેથી પરિવારે પ્રસૂતાને સાડીની ઝોળી બનાવી હાસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરી.
પરંતુ, પરિવારજનો પ્રસૂતાને હાસ્પિટલ સુધી પહોંચાડે તે પહેલાં જ મહિલાએ જંગલમાં જ બાળકને જન્મ આપી દીધો. બાળકને જન્મ આપ્યા બાદ પરિવારજનો ફરી મહિલા અને બાળકને ઝોળીમાં નાખી હાસ્પિટલ સારવાર માટે લઈ જવા નીકળી પડ્યા હતા.