મેઘરજના ભુવાલ ગામે લાકડાની ચોરીના વહેમમાં ખેલાયો ખૂની ખેલ
બબાલમાં વચ્ચે પડેલ યુવકને ૫ શખ્શોએ રહેશી નાખ્યો : યુવકની હત્યામાં પકડાયેલા હત્યારાઓ ૧)કાના નાથા ડામોર ૨) માંના નાથા ડામોર ૩) લક્ષ્મણ સવા ડામોર ૪) સંજય લક્ષ્મણ ડામોર ૫) કલ્પેશ કાના ડામોર (તમામ રહે.મોટીભુવાલ તા.મેઘરજ)
ભિલોડા: મેઘરજ તાલુકાના ભુવાલ ગામે પોતાના ઘર બનાવવા લાવેલ લાકડાની વડીઓની ચોરીનો વહેમ રાખી બુધવાર રાત્રે ઝઘડો કરી પાંચ શખ્સોએ એક સમ્પ થઇ યુવકને કુહાડી અને લાકડીથી માર મારતાં ઝઘડો કરી યુવકની હત્યા કરી નાખી હતી. હુમલામાં બે મહિલા સહિત ત્રણ શખ્સોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે ગુરૂવાર સાંજે પાંચ વાગે પાંચેય આરોપીઓને પકડી જેલને હવાલે કરી તેમની સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
ભુવાલ ગામના લક્ષ્મણ સવા ડામોર પોતાનુ નવીન ઘર બનાવવા લાકડાની વડીઓ લાવ્યા હતા. જેમાં કેટલીક વડીઓ કોઈક શખ્સો લઈ ગયા હોવાથી પોતાના ઘર બનાવવા માટે લાવેલ વડીઓ ચોરાઈ ગઈ હોવાથી લક્ષ્મણ સવા ડામોરે સહિતના શખ્સોએ પૂર્વગ્રહ રાખી બદઈરાદો પૂરો કરવા બુધવાર રાત્રે એક સમ્પ થઈ હાથમાં લાકડીઓ અને કુહાડીઓથી ભેમાભાઈ ભુરાભાઈ ડામોર સાથે તકરાર કરી ઝઘડો કર્યો હતો.તે દરમ્યાન ગલાભાઈ દેવાભાઈ ડામોરનાઓએ જણાવેલ કે આપણે કુટુંબ રીતે નિકાલ કરીશુ તમો આમ શું કામ કરો છો તેવુ કહેતાં તમામ આરોપીઓ એક સમ્પ થઈ આને પણ પૂરો કરી નાખવો છે
તેવુ કહી કાના ગલા ડામોરે પોતાના હાથમાં રહેલ કુહાડી ગલાભાઈને માથામાં મારેલી તથા માંના નાથા ડામોરે પોતાના હાથમાં રહેલ કુહાડી તથા અન્ય શખ્સોએ પોતાના હાથમાં રહેલ લાકડીઓથી ફટકા માર્યા હતા અને ઝઘડામાં ભીખાભાઈ રામાભાઈ ડામોર વચ્ચે પડતા ભીખાભાઈને પણ કુહાડીની મુદર અને લાકડીથી માર મારતાં ભીખાભાઈ રામાભાઈ ડામોર (32) નું હુમલામાં મોત થયું હતુ. આ હુમલામાં મણીબેન રામાભાઈ ડામોર અને હીરાબેન ડામોરને પણ કુહાડી અને લાકડીઓથી માર મારતા ઈજાગ્રસ્ત થયા હતા.
આ ઘટના અંગે મણીબેન રામાભાઈ ડામોર રહે.ભુવાલનાઓએ મેઘરજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના ઈ.પી.આઈ એન.કે.રબારીએ હત્યા અને હુમલા અંગેની ફરિયાદ નોંધી મેઘરજ પોલીસે પાંચેય આરોપીઓને ગુરૂવાર સાંજે પાંચ વાગે પકડી લઇ તમામ સામે યુવકની હત્યાનો ગુનો નોંધી જેલને હવાલે કર્યા હતા. ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.