5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણે 111 દિકરીનો લગ્ન પ્રસંગ યોજાશે
પી.પી.સવાણી પરિવાર પિતા વિહોણી ૧૧૧ દિકરીનો લગ્ન પ્રસંગ યોજશે-આગામી ૧૪-૧પમીએ લગ્નોત્સવ ઃ સાસુ-સસરા ઉતારશે વહુ અને જમાઈની આરતી
સુરત, દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનખા લગ્નપ્રસંગ યોજાઈ છે. આ લગ્નપ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન હોય સુરતનું સેવાભાવી એવું પી.પી.સવાણી પરિવાર.
આજ સુધી પર૭૪ દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી ૧૪ અને ૧પ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૧૧ દીકરીઓને પિયરનું છોડીને સસરે વળાવશે.
પી.પી.સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ પર૭૪ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ૧૧૧ દીકરીના લગ્ન આગામી તા.૧૪ અને ૧પ ડિસેમ્બર શનિ-રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે.
‘પિયરયું’ નામે યોજાઈ રહેલા લગ્ન સમારોહની વિગત માટે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી.પી.સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે પ૦ હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે.
પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના એક વૃક્ષ મા કે નામ ના આહવાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને અંગદાન જાગૃતિના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારીબાપુ સહિત ૪૦ જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે.