Western Times News

Gujarati News

પેપરલેસ વિધાનસભા સંચાલનની કામગીરીથી પ્રભાવિત થયા હરિયાણા વિધાનસભા અધ્યક્ષ

હરિયાણા વિધાનસભા અધ્યક્ષ શ્રી હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાની કરી મુલાકાત

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી હરવિંદર કલ્યાણે આજે ગુજરાત વિધાનસભાની મુલાકાત કરી હતી. ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવેલા હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.

શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાત વિધાનસભાની કામગીરી તથા તેના નિયમો ઉપરાંત ધારાસભ્યશ્રીઓને અપાતી વ્યવસ્થા-સુવિધા અંગે શ્રી હરવિંદર કલ્યાણને વિગતો આપી હતી.

ગુજરાત વિધાનસભા મુલાકાત દરમિયાન અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિધાનસભા ગૃહમાં મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની બેઠક વ્યવસ્થાપ્રેસ ગેલેરીવીવીઆઇપી ગેલેરી તેમજ સામાન્ય નાગરિકો ગૃહની કામગીરી નિહાળી શકે તે માટેની વિવિધ બેઠક વ્યવસ્થા સહિત સમગ્ર કામગીરી અંગે હરિયાણા વિધાનસભા અધ્યક્ષશ્રીને માહિતગાર કર્યા હતા. વિધાનસભા અધ્યક્ષશ્રી અને મંત્રીશ્રીઓ સહીત ધારાસભ્યશ્રીઓ ઓનલાઈન કઈ રીતે ભાગ લે છે તેનાથી અવગત કરાયા હતા.

હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના NeVA સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી. જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઇને તેમણે વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીવિધાનસભાના સચિવશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓને NeVA કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.