Western Times News

Gujarati News

ટ્રમ્પનો સંકેતઃ અમેરિકામાં જન્મથી જ નાગરિકતા મળવાનો નિયમ બદલવાની શકયતા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટંમ્પે સંકેત આપ્યા

(એજન્સી)વાશિગ્ટન,  અમેરિકાના નવા ચૂંટાયેલા રાર્ષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરના એક ઈન્ટરવ્યુ દરમિયાન આ કાયદાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો, જેના હેઠળ દેશમાં જન્મેલા કોઈપણ વ્યકિતને આપોઆપ અમેરિકન નાગરિકતા મળી જાય છે. ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે તેઓ ૨૦ જાન્યુઆરીએ સત્તા સંભાળ્યા બાદ આ કાયદાને રદ્દ કરવા માટે પગલાં લેશે. નાગરિકતા સંબંધિત આ પગલું ટ્રમ્પ માટે ઘણું સરળ હશે

પરંતુ જો તેઓ આ નિયમને બદલવામાં સફળ થાય છે, તો તેની લાંબા ગાળાની અસર શું થશે? ભારતીયો સહિત અન્ય દેશોના નાગરિકો પર આની શું અસર થશે? આ અધિકાર અમેરિકી બંધારણના ૧૪મા સુધારા હેઠળ આપવામાં આવ્યો છે, જેના કારણે દેશની સીમામાં આવતા વિસ્તારમાં જન્મેલા દરેક વ્યકિતને આપોઆપ અમેરિકન નાગરિકતા મળી જાય છે પછી ભલે તેના માતા–પિતા કોઈ પણ નાગરિક હોય.

ટ્રમ્પે કહ્યું કે તેઓ જન્મથી નાગરિકતાના નિયમમાં પણ ફેરફાર કરશે. ટ્રમ્પે કહ્યું કે આપણે તેને ખતમ કરવું પડશે. અન્ય દેશોમાં આ વલણ નથી. તેમણે કહ્યું કે આવા નિયમથી દેશની સિસ્ટમનો ફાયદો ઉઠાવવામાં આવે છે અને અમેરિકન નાગરિક બનવા માટેના ધોરણો થોડા કડક હોવા જોઈએ. ટ્રમ્પ અને તેમના સમર્થકોનું કહેવું છે કે આ નિયમ બર્થ ટુરિઝમને પ્રોત્સાહન આપે છે. આ હેઠળ માતાપિતા તેમના બાળકોના જન્મ માટે અમેરિકા જાય છે, જેથી તેઓ અમેરિકન નાગરિકતા મેળવી શકે.

ટ્રમ્પ કહે છે કે તેઓ પરિવારોને તોડવા માંગતા નથી, તેથી તેઓ સમગ્ર પરિવારોને તેમના દેશમાં પાછા મોકલવાના પક્ષમાં છે. રિપબ્લિકન નેતાએ દાવો કર્યે હતો કે અમેરિકા એકમાત્ર એવો દેશ છે યાં આ નિયમ છે. જો કે તેમનો દાવો ખોટો છે કારણ કે વિશ્વના અન્ય ૩૪ દેશોમાં પણ આ નિયમો છે.ટ્રમ્પનું આ વચન તેમના માટે ફાંસો પણ બની શકે છે.

અમેરિકાના બંધારણને બદલવાના નિયમો ખૂબ જ કડક છે. સંસદ અને રાયો દ્રારા આ નિયમોમાં ફેરફાર કરવો અમેરિકન રાર્ષ્ટ્રપતિઓ માટે મુશ્કેલ કાર્ય સાબિત થઈ શકે છે. રાયની વિધાનસભાઓથી લઈને સંસદના બંને ગૃહો સુધી પડકારો આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.