Western Times News

Gujarati News

કેવી ગઈ પુષ્પાના એક્ટર અલ્લુ અર્જુનની રાત જેલમાં?

પુષ્પાના એક્ટર અલ્લૂ અર્જૂનની ધરપકડઃ હાઈકોર્ટે જામીન આપ્યા-નીચલી કોર્ટે ૧૪ દિવસ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા આદેશ આપ્યો હતો

જેલ મેન્યુઅલ જણાવે છે કે કેદીઓને રાત્રે છોડી શકાય નહીં. હાઈકોર્ટે અર્જુનને 50,000 રૂપિયાની જામીન જમા કરાવવા પણ કહ્યું હતું.

મુંબઈ, એકબાજુ પુષ્પા ૨ ફિલ્મ દેશ વિદેશમાં ધુમ મચાવી રહી છે ત્યાં બીજી બાજુ સુપરસ્ટાર અલ્લુ અર્જૂનના ચાહકો માટે ખરાબ સમાચાર આવ્યા છે. હૈદરાબાદના સંધ્યા થિયેટરવાળા કેસ મામલે અલ્લુ અર્જૂનની ધરપકડ થઈ છે. ૪ ડિસેમ્બરે ફિલ્મના વિશેષ Âસ્ક્રનિંગ દરમિયાન એક ભાગદોડની ઘટના ઘટી જેમાં મહિલાએ જીવ ગુમાવ્યો હતો અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે અલ્લુ અર્જૂન અને થિયેટરના મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

ત્યારબાદ ત્રણ લોકોની ધરપકડ થઈ, જેમાં થિયેટર માલિક પણ સામેલ હતો. ધરપકડ બાદ અલ્લુ અર્જૂનને ૧૪ દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો પરંતુ અલ્લુ અર્જુનવતી વકીલે તાત્કાલિક હાઈકોર્ટમાં આ અંગે જામીન અરજી કરતાં બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ હાઈકોર્ટે અલ્લુ અર્જુના જામીન મંજૂર કરી દીધા હતા.

સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું કે,  કેદી નંબર 7697 તરીકે ઓળખાતા અર્જુને જેલના જમીન પર આખી રાત સુવું પડ્યુ હતું અને વહેલી સવારે તેલુગુ ફિલ્મ સ્ટાર અલ્લુ અર્જુન શનિવારે સવારે લગભગ 6:40 વાગ્યે હૈદરાબાદની ચંચલગુડા જેલમાંથી બહાર નીકળ્યો હતો.

તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અંડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ-1 બેરેકમાં રાખ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધવામાં આવી હતી.

આ પછી અલ્લુ લગભગ 9 વાગે હૈદરાબાદ સ્થિત તેના ઘરે પહોંચ્યો. ઘરે પહોંચતા જ અલ્લુ અર્જુનની નજર ઉતારવામાં આવી ત્યારબાદ માતાને ગળે લગાવી અંદર ગયો. પરિવારના સભ્યોને મળ્યા. જે બાદ તે ફરી બહાર આવ્યો અને મીડિયા સાથે વાત કરી.

તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા છતાં, કાગળની કાર્યવાહીમાં વિલંબને કારણે અલ્લુ અર્જુનને જેલમાં રાત વિતાવવી પડી હતી. ચંચલગુડા જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક રાત માટે અભિનેતાની ઓળખ કેદી નંબર 7697 હતી. તે જેલમાં આખી રાત ભૂખ્યો રહ્યો અને જમીન પર સૂઈ ગયો. અંડરટ્રાયલ તરીકે પોલીસે તેને મંજીરા બેરેકના વર્ગ-1 બેરેકમાં રાખ્યો હતો. અલ્લુ અર્જુનની તમામ માહિતી જેલના રેકોર્ડમાં નોંધવામાં આવી હતી.

શુક્રવારે જામીન મળવા છતાં, તેના કાગળો મોડી રાત્રે જેલ અધિકારીઓ પાસે પહોંચ્યા ન હતા, જેના કારણે તેને જેલમાં જ રાત વિતાવવી પડી. જેલ મેન્યુઅલ જણાવે છે કે કેદીઓને રાત્રે છોડી શકાય નહીં. હાઈકોર્ટે અર્જુનને 50,000 રૂપિયાની જામીન જમા કરાવવા પણ કહ્યું હતું.

અલ્લુ અર્જુનને તેલંગાણા કોર્ટે રૂ. ૫૦ હજારના બોન્ડ ચૂકવવાની શરતે જામીન આપ્યા છે. તેલંગાણા હાઈ કોર્ટે ચાર સપ્તાહ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે. જસ્ટિસ જુવ્વેદી શ્રીદેવીની સિંગલ જજની પેનલે જણાવ્યું હતું કે, અર્જુન પ્રારંભિક ધોરણે આ ઘટના માટે જવાબદાર નથી. તે મુવી પ્રીમિયર માટે પરવાનગી સાથે ગયો હતો. આ ઘટનાને જાણી જોઈને હત્યાના ઉદ્દેશ સાથે અંજામ આપવામાં આવ્યો નથી.

અલ્લુ અર્જુનને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડી પર વચગાળાના જામીન માગ્યા હતા. જે કોર્ટે મંજૂર કર્યા છે. કોર્ટે જામીન મંજૂર કરતાં જણાવ્યું હતું કે, ઘટના જાણી જોઈને ઘટી નથી. અલ્લુએ સમગ્ર કેસની તપાસમાં પોલીસને પૂરતો સહયોગ આપવાની ખાતરી આપી છે. સુનાવણીમાં અલ્લુ અર્જુનના વકીલે દાવો કર્યો છે કે, અભિનેતાની ધરપકડ સનસની ફેલાવવા પૂરતી થઈ હતી.

જેની જરૂર ન હતી. જજે પણ સવાલ કર્યો હતો કે, શું અભિનેતાની ધરપકડ બીએનએસની કલમ ૧૦૫ (બી) અને ૧૦૮ હેઠળ થઈ શકે છે, શું તે આ ઘટના માટે જવાબદાર છે? સરકારી વકીલે જણાવ્યું હતું કે, અર્જુન અભિનેતા છે, પણ હાલ તે આરોપી છે. તેની ઉપસ્થિતિના લીધે ભીડ થઈ હતી. જેના લીધે આ દુર્ઘટના ઘટી હતી. અગાઉ પુષ્પા ૨ના અભિનેતા અલ્લુ અર્જૂનની હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.