Western Times News

Gujarati News

ગોધરા મજુર અદાલતમાં લાંચ આપવાની કોશીશ કરનાર ફરિયાદીની જામીન અરજી ના-મંજુર

(પ્રતિનિધિ) ગોધરા, પ્રાપ્ત વિગતો અનુસાર બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી સોમાભાઈ કાળાભાઈ હરીજન, અધિક્ષક, મજુર અદાલત, ગોધરા તરીકે ફરજમા હોય તા.૨૯/૧૧/૨૦૨૪નારોજ મજુર અદાલત ગોધરા ખાતે કોર્ટની કામગીરી ચાલતી હતી તે સમયે રેફરન્સ કેશ નં.૩૨૬/૨૦૨૩ ના કામના બાપુભાઇ ધીરાભાઈ સોલંકી રહે. સરાડીયા

તા. વીરપુર જી.મહીસાગરનાઓએ બોર્ડ ઉપર પ્રિસાઇન્ડીંગ ઓફીસર (ન્યાયાધીશશ્રી મજુર અદાલત ગોધરા જી.પંચમહાલ) નામદાર એચ.એ.મકા સાહેબ નાઓને કવરમા ભારતીય ચલણી નોટો લાંચ આપવાનો પ્રયત્ન કરેલ હોવા અંગે પ્રિસાઇન્ડીંગ ઓફીસર મજુર અદાલત ગોધરા નાઓની લેખિત સુચના પત્ર આધારે ફરીયાદીશ્રીએ લેખિતમા ફરીયાદ આપતા

આરોપી વિરૂધ્ધ ભ્ર.નિ.અધિ.૧૯૮૮ના એમેન્ડમેન્ટ -૨૦૧૮ની કલમ ૮ તથા ૧૩(૨) મુજબનો ગુન્હો રજીસ્ટર કરીને આરોપીને અટક કરી નામ.સ્પે.એ.સી.બી.કોર્ટમાં રજુ કરીને દિન-૪ના રીમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ કરીને આરોપીને નામ કોર્ટની જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ. જે કામના આરોપી બાપુભાઇ ધીરાભાઈ સોલંકી રહે સરાડીયા તા.વીરપુર જી.મહીસાગરનાઓ ધ્વારા નામ.કોર્ટમાં રેગ્યુલર જામીન

અરજી નં.૧૦૩૯/૨૦૨૪ મહે.મુખ્ય ડીસ્ટ્રીકટ સેશન્સ જજ શ્રી, સી.કે. ચૌહાણ સાહેબની કોર્ટમાં દાખલ કરેલ. જે કામે તપાસ કરનાર અમલદારએ નામ.કોર્ટમાં એફીડેવીટ રજુ કરેલ નામ કોર્ટમાં આરોપીએ કરેલ રેગ્યુલર જામીન મેળવવાની અરજી મહે.પંચમહાલ જિલ્લાના મુખ્ય ડીસ્ટ્રીકટ સેશન્સ જજશ્રી સી.કે.ચૌહાણ સાહેબશ્રીની કોર્ટમાં ચાલી જતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરનાઓની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપી બાપુભાઇ ધીરાભાઈ સોલંકી રહે. સરાડીયા તા.વીરપુર જી.મહીસાગરનાઓની રેગ્યુલર જામીનઅરજી નામંજુર કરવામાં આવી છે.

વધુમાં નામ. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ અને સેશન્સ જજ શ્રી સી.કે. ચૌહાણ સાહેબે પોતાના ચુકાદામાં નોંધેલ છે કે, સદર પ્રકરણમાં હિત ધરાવતા તરીકે આસીસ્ટન્ટ કમિશ્નર ઓફ લેબર શ્રી સોની સાહેબ માટે અરજદાર/આરોપી ધ્વારા વર્ણન કરવામાં આવેલ છે અને તેમના ધ્વારા અરજદાર/આરોપીને કંઇ રીતે મદદ કરવામાં આવેલ છે તે અંગેના પુરાવાઓ પણ હાલ મેળવવાના ચાલુ છે. લેબર કોર્ટ અને ત્યાંની લોબીમાં રહેલ સી.સી.ટી.વી.ની ફુટેજ મેળવવાની પ્રક્રિયા હાલ ચાલુ છે આવા સંજોગોમાં અરજદાર/આરોપી ની જામીન અરજી નામંજુર કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.