Western Times News

Gujarati News

રાજકોટમાં ૧૪ મકાનોના હિન્દુઓના નામે દસ્તાવેજ કરીને મુસ્લિમોનો કબજો

અશાંતધારાના અમલ સામે ભાજપના ધારાસભ્યના સવાલો

રાજકોટ, રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલા અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શીતા શાહે સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુઓઅના નામે મકાનો લઈ મુસ્લીમો કબજો ધરાવતા હોવાના નામજોગ આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.

ભાજપના ધારાસભ્ય ડો.દશીતા શાહે ભાજપના સ્થાનીક આગેવાનો અને કેટલાક રહેવાસીઓને સાથે રાખી જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વોર્ડ નં.રમાં જયાં અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે. ત્યાં કોઈને કોઈ કારણસર મુસ્લીમના નામે દસ્તાવેજ થાય છે કે હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લીમો રહરે છે. આ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવાયું છે કે, નહેરૂનગર વિસ્તારમાંથી હિન્દુઓ હીઝરત કરી ગયા છે. તેમજ સુભાષનગર ૮-૯ તેમજ ૧૦ નંબરની શેરીમાં પણ હિન્દુઓ હીઝરત કરી ગયા છે. આ વિસ્તારોરમાં મુસ્લીમને મકાન વેચવાનું હોય તો હિન્દુ સિવાય કોઈને વહેચી શકે નહી. તેવી કડક કાર્યવાહી થાય તો જ આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લીમોનું બેલેન્સ થાય તેમ છે. હાલ આ વિસ્તારમાં પોલરાઈઝેશન થવાથી આ વિસ્તાર સંવેદનશીલ બનતો જાય છે.

રૈયા રોડ પર દર વર્ષે જન્માષ્ટમી નીમીત્તે શોભાયાત્રા નીકળે ત્યારે પણ આ સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ બંદોબસ્તની જરૂર રહે છે. હાલ આ વિસ્તારમાં જે મકાનોના સોદા થઈ રહયા છે. સાથોસાથ મની લોન્ડરીરગ પણ થયું હોય તેવું જણાય છે.

આવેદનમાં આક્ષેપ કરાયો છે કે, સૌપ્રથમ મુસ્લીમ લોકોના મકાનમાં ગેરકાયદે મસ્જીદ બનાવે છે. તેથી આજુબાજુમાં રહેતા હિન્દુઓ ત્યાંથી હીઝરત કરવા માંડે તેવી પરીસ્થિતીઓનું નિર્માણ થાય છે અને એક બીજાને સંમતી આપી મકાન વેચવા પ્રેરાય છે. આવેદનપત્રમાં કેટલાક મકાનોના શંકાસ્પદ વેચાણો અંગે પણ લેખીત રજુઆત કરવામાં આવી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.