ખોડલધામમાં ૧પમીએ ગોંડલના વ્રજગ્રુપ દ્વારા 21 દીકરીઓનો સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ
સતત બીજા વર્ષે આયોજન, સાવલિયા, વેકરીયા પરીવાર દ્વારા કરીયાવર સહિતની જવાબદારી સ્વીકારી
વીરપુર, વ્રજ ગ્રુપ ગોંંડલ દ્વારા ગરીબ મધ્યમવર્ગીય પરીવારની દીકરીઓની વહારે આવ્યું છે. કાગવડ શ્રી ખોડલધામ મંદીર ખાતે સર્વ સમાજ ર૧ દીકરીરઓના સમુહ લગ્નનું આયોજન કરાયું છે. જેને લઈને વિશાળ ગ્રાઉન્ડમાં મંડપ, ઉતારા, સ્ટેજ, પાર્કીગ સહીતની તડામાર તૈયારીઓ થઈ રહી છે. જેમાં સાવલીયા, વેકરીયા પરીવારર દ્વારા આ દીકરીઓના લગ્ન અને કરીયાવર સહીતની જવાબદારીઓ ઉઠાવવામાં આવશે.
સતત બીજા વર્ષમાં ખોડલના સાનીધ્યમાં સર્વ સમાજની ર૧ દીકરીઓઅના સમુહ લગ્ન યોજાશે તા.૧પ ડીસેમ્બરે સમુહલગ્ન કાર્યક્રમ યોજાશે.રવીવારના બપોરે ૧ કલાકે જાન આગમન થશે. બપોરે ર કલાકે ભવ્ય વરઘોડો નીકળશે, જયારે સાંજે ૬ કલાકે ર૧ દીકરીઓના હસ્ત મેળાપ થશે. સાંજે ૬.૩૦ કલાકે ખોડલધામ મંદીરના અન્નપુર્ણાલય ખાતે ભોજન સમારંભ, સાંજે ૯ કલાકે કન્યા વિદાય થશે.
નબળી આર્થિક પરીસિથતી ધરાવતા પરીવારની દીકરીઓ આ સમુહલગ્નમાં પ્રભુતામાં પગલા પાડશે. સમુહ લગ્ન સમારોહમાં સંતો-મહંતો, સામાજીક અગ્રણીઓ રાજકારણીઓ, આગેવાનો, સાંસદો, ધારાસભ્યો, શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, તમામ ટ્રસ્ટીઓ, જેતપુર જામકંડોરણા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહેશે.
લગ્નના મુખ્ય આયોજકો સ્વ.અરજણભાઈ જેઠાભાઈ વેકરીયા, સ્વ.મોતીબેન અરજણભાઈ વેકરીયા, સ્વ.પોપટભાઈ અરજણભાઈ વેકરીયા, સ્વ.વાલીબેન પોપટભાઈ વેકરીયા પ્રવીણભાઈ પોપટભાઈ વેકરીયા પી.પી. રમાબેન પ્રવીણભાઈ વેકરીરયા, રેનીશ પ્રવીણ વેકરીરયા, સ્વ.નારણભાઈ ભુટાભાઈ સાવલીયા, સ્વ.સમજુબેન સાવલીયા પરીવારના સભ્યો બીપીનભાઈ વગેરે છે.